ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારત સાથે સ્પર્ધા અમેરિકાને ભારે પડી, ચંદ્ર પર લેન્ડ થતાં જ સ્પેસક્રાફ્ટનો ‘પગ’ તૂટયો

  • ખાનગી કંપનીનું ઓડીસિયસ નામનું આ અવકાશયાન એક સપ્તાહ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું

કેપ કેનાવેરલ(ફ્લોરિડા), 1 માર્ચ: US મૂન મિશનના સ્પેસક્રાફ્ટનું ચંદ્ર પર લેન્ડિંગ ભારતના ચંદ્રયાન-3 જેવું થયું નથી અને લેન્ડ થતાંની સાથે જ આ અમેરિકન અવકાશયાનનો એક પગ તૂટી ગયો હતો જેથી તે પલટી ગયું હતું. અમેરિકાની ખાનગી કંપની ઈન્ટ્યુટિવ મશીન્સ (Intuitive Machines)નું ઓડીસિયસ(Odysseus) નામનું આ અવકાશયાન એક સપ્તાહ પહેલા ચંદ્ર પર ઉતરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય ઘણી મહત્વની માહિતી એકઠી કરવાનો છે. અમેરિકાનું આ સ્પેસક્રાફ્ટ ચંદ્રની સપાટી પર એક સપ્તાહની ઉડાન ભર્યા બાદ લાંબી ઊંઘમાં ચાલ્યું ગયું છે.

 

સ્પેસક્રાફ્ટનો એક પગ તૂટી ગયો

  1. ચંદ્ર પર આ અવકાશયાનનું લેન્ડિંગ ભારતના ચંદ્રયાન-3 જેવું રહ્યું નથી અને તે લેન્ડ થતાં જ આ અમેરિકન અવકાશયાનનો એક પગ તૂટી ગયો તેમજ તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પલટી મારી ગયું.
  2. સૌર ઉર્જા અને સંદેશાવ્યવહારથી વંચિત રહી ગયા બાદ પણ કંપનીએ તેને ઉભી કરવા માટે ઘણી વખત પ્રયાસો કર્યા, પરંતુ તે શક્ય બન્યું નહીં.
  3. કંપનીને આખરે ઓડીસિયસ(Odysseus) તરફથી એક છેલ્લી ઇમેજ મળી અને તેણે તેના કમ્પ્યુટર્સ અને પાવર સિસ્ટમ્સને સ્ટેન્ડબાય પર મૂક્યા.

કંપનીએ X પર લખ્યું: ગુડ નાઈટ, OD

હવે જો લેન્ડર કામ કરવા લાયક રહેશે તો તે આ આગામી બેથી ત્રણ અઠવાડિયા બાદ કાર્યરત થશે. ઈન્ટ્યુટિવ મશીનોના પ્રવક્તા જોશ માર્શલે જણાવ્યું હતું કે, આ અંતિમ તબક્કામાં લેન્ડરની બેટરીઓ ખતમ થઈ ગઈ હતી અને ઓડીસિયસને લાંબી ઊંઘમાં મૂકી દેવામાં આવ્યું હતું.

કંપનીએ પછી X પર લખ્યું કે, “શુભ રાત્રિ, OD. અમે તને ફરીથી મળવાની આશા રાખીએ છીએ.” ઉલ્લેખનીય છે કે, ચંદ્ર પર લેન્ડિંગ કરતા પહેલા લેવામાં આવેલી તસવીરમાં ચંદ્રની ઉપરની સપાટી પર લેન્ડરનો નીચેનો ભાગ દેખાય રહ્યો છે, જેમાં નાની અર્ધચંદ્રાકાર આકારની પૃથ્વી અને પૃષ્ઠભૂમિમાં એક નાનો સૂર્ય દેખાય છે. મૂળ લેન્ડરનો હેતુ ચંદ્ર પર લગભગ એક અઠવાડિયા સુધી રહેવાનો હતો. ઓડીસિયસ 22 ફેબ્રુઆરીએ ચંદ્ર પર ઉતર્યા પછી, હ્યુસ્ટન સ્થિત ઈન્ટ્યુટિવ મશીન્સએ “ક્રેશ થયા વિના ચંદ્ર પર અવકાશયાન લેન્ડ કરનારી” પ્રથમ ખાનગી કંપની બની હતી. 1960ના દાયકાથી માત્ર પાંચ દેશોએ આ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં જાપાનનો પણ સમાવેશ થાય છે, જેણે ગયા મહિને લેન્ડિંગ કર્યું હતું.

આ પણ જુઓ: કેન્દ્રીય મંત્રીમંડળે ત્રણ સેમિકન્ડક્ટર યુનિટ્સની મંજૂરી આપી

Back to top button