ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

JNU કેમ્પસમાં ABVP અને લેફ્ટ સમર્થિત વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઘર્ષણ, અનેક ઘાયલ

  • લડાઈમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થતાં સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

નવી દિલ્હી, 1 માર્ચ: દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ગુરુવારે રાત્રે સ્કૂલ ઑફ લેંગ્વેજ્સમાં ચૂંટણી સમિતિના સભ્યોની પસંદગી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને ડાબેરી(Leftist) વિદ્યાર્થી સંગઠનો વચ્ચેની લડાઈમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા. યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું કે, ઘાયલ વિદ્યાર્થીઓને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

JNUમાં લડાઈની આ ઘટનાને લઈને વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ વિદ્યાર્થીઓને લાકડીથી મારતો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજો વ્યક્તિ વિદ્યાર્થીઓ પર સાઈકલ ફેંકતો જોવા મળી રહ્યો છે. ડાબેરી સંગઠનો DSF (ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ફેડરેશન) અને AISA(ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન) તેમના નિવેદનોમાં જેએનયુ કેમ્પસમાં હિંસા માટે કથિત રીતે ABVPને જવાબદાર ઠેરવ્યું છે.

 

કયા કારણોસર JNU કેમ્પસમાં બંને જૂથો વચ્ચે લડાઈ થઈ?

મળતી માહિતી મુજબ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય અને જોઈન્ટ સેક્રેટરી તરીકે ચૂંટાયેલા દાનિશને મધરાતે એબીવીપીના કાર્યકરોએ બંધક બનાવ્યો ત્યારે બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી. એટલું જ નહીં, એક વિદ્યાર્થી (કન્હૈયા કુમાર) એ ABVP કાર્યકર્તાઓ સાથે વિરોધી જૂથના વિદ્યાર્થીઓને મારવાનું શરૂ કર્યું. ડાબેરી વિદ્યાર્થી નેતાઓનો આરોપ છે કે, ABVP ચૂંટણી થવા દેવા માંગતી નથી. આ કારણે હિંસાનો આશરો લેવામાં આવી રહ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે, (JNUSU) જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી નજીક છે. આવી સ્થિતિમાં ડાબેરી(Leftist), જમણેરી(Rightist) અને વિવિધ સંગઠનોના વિદ્યાર્થીઓ તેમની જીત સુનિશ્ચિત કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો હાથ ધરી રહી છે.

આ પણ જુઓ: નાનકડી ભૂલ: ISROના રોકેટ પર ચીનના રાષ્ટ્રધ્વજને લગાવવા મુદ્દે સ્ટાલિન સરકારની સ્પષ્ટતા

Back to top button