ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ શહેરોમાં માવઠાની આગાહી
- 2 માર્ચે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી
- કમોસમી મુસબીત ભર્યા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા
- અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી છે. જેમાં રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ આવશે. તેમાં ખેડૂતો માટે ફરી સંકટ ઉભુ થયુ છે. તેમાં 1 થી 2 માર્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. ત્યારે ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની અસર રહેશે. તથા આજે દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: ગુજરાત: બોર્ડની પરીક્ષા સમયે જ લોકસભાની ચૂંટણી અન્વયે આચારસંહિતા લાગુ પડશે
2 માર્ચે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,ગીરસોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી છે. તેમજ 2 માર્ચે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદમાં વરસાદની આગાહી છે. ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા છે. તેમજ મહેસાણા, ભાવનગરમાં વરસાદ આવી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી છે.
કમોસમી મુસબીત ભર્યા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી હતી. આ સાથે જ આહવા તાલુકાના ગારખડી નજીક વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ શિયાળું પાક તૈયાર થઈ ગયો છે ત્યારે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કમોસમી મુસબીત ભર્યા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે.