અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માર્ચની શરૂઆતમાં જ મોંઘવારીનો માર! LPG સિલિન્ડરના ભાવમાં વધારો

Text To Speech
  • ફેબ્રુઆરી બાદ આ બીજી વખત એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો વધારો

નવી દિલ્હી, 1 માર્ચ: માર્ચની શરૂઆરમાં જ મોંઘવારીનો માર લાગ્યો છે. પહેલી માર્ચે જ સરકારે એલપીજી ગ્રાહકોને ઝટકો આપ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે શુક્રવારથી કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત જેમ છે તેમ જાળવી રાખવામાં આવી છે. કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 1795 રૂપિયામાં ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, આ બીજી વખત છે જ્યારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 14 રૂપિયાનો વધારો થયો હતો.

મુંબઈ, કોલકાતા અને અન્ય શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ શું છે?

આ વધારાને કારણે મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 25.50 રૂપિયા વધીને 1749 રૂપિયા થઈ ગઈ છે. તે પહેલા 1723.50 રૂપિયા હતી. તે જ સમયે, કોલકાતામાં કિંમત 24 રૂપિયા વધીને 1911 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1887 રૂપિયા હતી. ચેન્નાઈમાં LPG ગેસની કિંમત 23.50 રૂપિયા વધીને 1960 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1937 રૂપિયા હતી.

જયપુર જેવા અન્ય શહેરોમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 1818 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે લખનૌમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 1909 રૂપિયામાં મળશે, જે પહેલા 1883 રૂપિયા હતી. તે જ સમયે આગરા, અમદાવાદ અને ઈન્દોરમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધીને અનુક્રમે 1843, 1816 અને 1901 રૂપિયા થઈ ગઈ છે.

શું ઘરેલું સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો?

14.2 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. 14.2 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા, ચેન્નાઈમાં 918.50 રૂપિયા, લખનૌમાં 940.50 રૂપિયા, પટનામાં 1,001 રૂપિયા છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ફેરફાર ઓગસ્ટ 2023માં થયો હતો.

આ પણ જુઓ: અમદાવાદના લોકોને હોળીના રંગમાં ભંગ પડ્યો, પિચકારી સહિતની વસ્તુઓમાં ભાવ વધારો થયો

Back to top button