ટ્રેન્ડિંગમનોરંજન

દો પત્તીનું ટીઝર રીલીઝ, કાજોલની કરામત અને કૃતિ-શહીર શેખની ગજબ કેમેસ્ટ્રી

Text To Speech
  • ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થનારી દો પત્તીનું એક ટીઝર આજે (ગુરુવારે) નેટફ્લિક્સે રીલીઝ કર્યું છે. આ ટીઝરમાં કાજોલ પોલીસના રોલમાં જોવા મળશે. કૃતિ સેનન આરોપીની ભૂમિકામાં જોવા મળી રહી છે.

બોલિવૂડ અભિનેત્રી કાજોલ અને કૃતિ સેનન ફરીએક વાર એક સાથે ફિલ્મમાં જોવા મળશે. તેમની આ ફિલ્મનું નામ દો પત્તી છે. ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થનારી દો પત્તીનું એક ટીઝર આજે (ગુરુવારે) નેટફ્લિક્સે રીલીઝ કર્યું છે. આ ટીઝરમાં કાજોલ પોલીસના રોલમાં જોવા મળશે. કૃતિ સેનન આરોપીની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં કાજોલ અને કૃતિ ઉપરાંત ટીવી એક્ટર શહીર શેખ પણ છે.

આ ટીઝરની શરૂઆત કાજોલના પાત્રથી થાય છે. કાજોલ કહે છે કે અમને શીખવવામાં આવ્યું છે કે સત્ય અને પૂરાવાઓ નક્કી કરે છે કે કોને સજા મળવી જોઈએ અને કોને નહીં, પરંતુ જ્યારે સત્ય અને પૂરાવાઓ અરસપરસ મળી જાય છે તો શું કરવું જોઈએ. ત્યારબાદ કૃતિનો ડાયલોગ આવે છે. તે કહે છે એજ કરવું જોઈએ, જે દિલ કહેતું હોય, કેમકે સૌથી મોટો દગો દિલ જ કરે છે. આખા ટીઝરમાં આ બે ડાયલોગ્સ ઉપરાંત થ્રિલ અને રોમાન્સનો તડકો પણ છે. કાજોલ અને કૃતિની જોડી થ્રિલ લઈને આવી રહી છે. તો બીજી બાજુ કૃતિ અને શહીર રોમાન્સ પણ એડ કરે છે.

લોકોને પસંદ આવી આ નવી જોડી

લોકોને કૃતિ, કાજોલ અને શહીરની ત્રિપુટી પસંદ પડી રહી છે. તેઓ કૃતિ અને શહીરની કેમેસ્ટ્રી જોઈને ચોંકી ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો આ થ્રિલર ફિલ્મના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભારત રત્ન પી વી નરસિંહ રાવના જીવન પર આવશે સીરીઝઃ પ્રકાશ ઝા બનાવશે ‘હાફ લાયન’

Back to top button