ભારત રત્ન પી વી નરસિંહ રાવના જીવન પર આવશે સીરીઝઃ પ્રકાશ ઝા બનાવશે ‘હાફ લાયન’
- અહા સ્ટૂડિયો અને અપ્લોઝ એન્ટરટેઈન્મેન્ટ ભારત રત્નથી સન્માનિત પી વી નરસિંહ રાવના જીવન પરની સીરીઝ ખૂબ જ જલ્દી લાવી રહ્યા છે. આ સીરીઝનું નામ હાફ લાયન હશે.
ભારતના પૂર્વ વડાપ્રધાન પી વી નરસિંહ રાવને લઈને એક મોટું નિવેદન આવ્યું છે. અહા સ્ટૂડિયો અને અપ્લોઝ એન્ટરટેઈન્મેન્ટ ભારત રત્નથી સન્માનિત પી વી નરસિંહ રાવના જીવન પરની સીરીઝ ખૂબ જ જલ્દી લાવી રહ્યા છે. આ સીરીઝનું નામ હાફ લાયન હશે. આ સીરીઝનું નામ નરસિંહ રાવની બાયોગ્રાફીથી પ્રેરિત છે. તેને વિજય સીતાપતિએ લખી છે. સીરીઝ બાયોગ્રાફીના આધારે બનાવવામાં આવી રહી છે.
ભારતની અર્થવ્યવસ્થા બદલવા માટે પી વી નરસિંહ રાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમના 1991થી 1996ના કાર્યકાળ અને યોગદાનને સન્માનિત કરે છે. અહા સ્ટૂડિયો અને અપ્લોઝ એન્ટરટેઈન્મેન્ટના બેનર હેઠળ બની રહેલી સીરીઝનું દિગ્દર્શન નેશનલ એવોર્ડ વિનર પ્રકાશ ઝા કરી રહ્યા છે. તેનું નાનકડું ટીઝર પણ રીલીઝ કરવામાં આવ્યું છે.
View this post on Instagram
ટીઝરમાં તમે પૂર્વ વડાપ્રધાન પી વી નરસિંહ રાવની અલગ અલગ તસવીરો જોઈ શકો છો. તેઓ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી, અટલ બિહારી વાજપેઈ સાથે બેસીને વાતો કરતા જોવા મળે છે. ટીઝરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે અમે ભારત રત્ન વિજેતા સ્વર્ગીય વડાપ્રધાન પી વી નરસિંહ રાવની લિગેસીનું સન્માન કરીએ છીએ. ઓડિયન્સ માટે આ કહાની લઈને આવવું ગર્વની વાત છે.
સીરીઝના પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થઈ ગયું છે. આ પ્રીમિયમ પેન ઈન્ડિયા સીરીઝ હિન્દી, તેલુગુ, તમિલ ભાષાઓમાં રીલીઝ થશે. આશા રાખવામાં આવી રહી છે કે આ સીરીઝમાં પી વી નરસિંહ રાવની રાજકીય સફરની સાથે તેમની જિંદગીને પણ દર્શાવવામાં આવશે. તેનાથી દર્શકોને પ્રેરણા અને શીખ મળશે.
આ પણ વાંચોઃ ગુજરાતના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4% વધારો જાહેર