ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઈન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો! જાણો શા માટે?

  • મહિનાની શરૂઆતમાં 80 વર્ષીય વૃદ્ધ મુસાફરને વ્હીલચેર ન મળવાની ઘટનાને કારણે નાણાકીય દંડ ફટકારવામાં આવ્યો

નવી દિલ્હી, 29 ફેબ્રુઆરી: નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે(DGCA)  ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર “પર્યાપ્ત વ્હીલચેર ન હોવા” માટે એર ઈન્ડિયા પર રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો છે, આ મહિનાની શરૂઆતમાં 80 વર્ષીય વૃદ્ધ મુસાફરને વ્હીલચેર ન મળવાની ઘટના બાદ એર ઈન્ડિયા પર નાણાકીય દંડ ફટકારવામાં આવીપ છે, જે વિમાનમાંથી મુંબઈના એરપોર્ટ ટર્મિનલ પર ચાલ્યા પછી પડીને મૃત્યુ પામ્યા હતા. DGCA દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઉપરોક્ત નાગરિક ઉડ્ડયન જરૂરિયાતોની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ એરક્રાફ્ટ નિયમો, 1937 મુજબ એર ઈન્ડિયા પર રૂ. 30 લાખનો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે.”

 

12 ફેબ્રુઆરીના રોજ, એક 80 વર્ષીય પેસેન્જર, જે તેની પત્ની સાથે ન્યૂયોર્કથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવ્યા હતા, તેનું મુંબઈ એરપોર્ટ પર પડી જવાના કારણે મૃત્યુ થયું હતું કારણ કે તેને વ્હીલચેરની અનુપલબ્ધતાને કારણે કથિત રીતે 1.5 કિમી ચાલવું પડ્યું હતું અને ત્યારબાદ હાર્ટ એટેક આવ્યો હતો.

કારણ બતાવો નોટીસ પણ આપવામાં આવી હતી

અધિકારીએ કહ્યું કે, એર ઈન્ડિયાએ આ મામલે ભૂલ કરનારા કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી આપી નથી. એરલાઇન ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટેના સુધારાત્મક પગલાં વિશે માહિતી આપવામાં પણ નિષ્ફળ રહી છે.’ આ મહિનાની શરૂઆતમાં, DGCAએ એરલાઇન કંપનીને કારણ બતાવો નોટિસ જારી કરી હતી, જેના પર એર ઇન્ડિયાએ 20 ફેબ્રુઆરીએ નિયમનકારને પત્ર લખીને પોતાનો જવાબ રજૂ કર્યો હતો.

એરલાઈન્સ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો?

એરલાઈન્સે જણાવ્યું હતું કે, બીજી વ્હીલચેરની રાહ જોવાને બદલે વૃદ્ધ મુસાફર તેની પત્ની સાથે અન્ય એક વ્હીલચેરમાં બેસીને ચાલવા લાગ્યા હતા.” અધિકારીએ કહ્યું, “આ અંગે તમામ એરલાઇન કંપનીઓને એક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે. તેમને કહેવામાં આવ્યું છે કે જે મુસાફરોને પ્લેનમાં ચઢતી વખતે અથવા ઉતરતી વખતે મદદની જરૂર હોય તેમના માટે પર્યાપ્ત સંખ્યામાં વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવે.”

આ પણ જુઓ: 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ: ટાડા કોર્ટનો ચુકાદો

Back to top button