ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જામનગરમાં અનંત અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન, સલમાન-શાહરૂખથી લઇ દિગ્ગ્જ કલાકારોનો જમાવડો

  • આંતરરાષ્ટ્રીય સ્ટાર રિહાન્ના ફંક્શનમાં પર્ફોમ કરશે
  • અભિનેત્રી જાન્હવી કૂપર, માનુસી છીલ્લર ગઇકાલે જામનગર પહોચી ગઇ
  • ત્રિદિવસીય કાર્યક્રમમાં દુનિયાભરની હસ્તીઓને આમંત્રણ અપાયું

જામનગરમાં અનંત અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઇ રહ્યું છે. જેમાં સલમાન-શાહરૂખથી લઇ દિગ્ગ્જ કલાકારોનો જમાવડો જોવા મળ્યો છે. તેમાં 3 દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન આવતીકાલથી શરૂ થશે. જેમાં બોલીવૂડના સ્ટાર્સ સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમા VVIP અને સ્ટાર્સનો જમાવડો hum dekhenge news

આ પણ વાંચો: જૂનાગઢ તોડકાંડ કેસમાં તરલ ભટ્ટના ભાગીદારની ધરપકડ થતા કરોડો રૂપિયાના વ્યવહારો ખુલ્યા 

અભિનેત્રી જાન્હવી કપૂર, માનુસી છીલ્લર ગઇકાલે સાંજે જામનગર પહોચી

અભિનેત્રી જાન્હવી કપૂર, માનુસી છીલ્લર ગઇકાલે સાંજે જામનગર પહોચી ગઇ છે. આંતરરાષ્ટ્રીય સ્ટાર રિહાન્ના ફંક્શનમાં પર્ફોમ કરશે. તેમજ માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, ઇવાન્કા ટ્રમ્પ હાજર રહેશે. તેમજ પ્રી-વેડિંગમાં અતિથિઓ ભારતીય સંસ્કૃતિનો આનંદ લેશે. જામનગરમાં અંબાણી પરિવાર પુત્ર અનંત અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન ભવ્ય રીતે ઉજવવા જઇ રહ્યું છે. અંબાણી પરિવાર પહેલીવાર જામનગરના આંગણે અનંત અંબાણીના પ્રી-વેડિંગનો ભવ્ય પ્રસંગ ઊજવવા જઈ રહ્યો છે.

anant ambani-HDNEWS

આ પણ વાંચો: ગુજરાતમાં ગેરકાયદેસર રીતે મકાન ખાલી કરાવવા પર નિયંત્રણ લાગશે, બિલ વિધાનસભામાં પસાર

ત્રિદિવસીય કાર્યક્રમમાં દુનિયાભરની હસ્તીઓને આમંત્રણ અપાયું

જામનગરમાં 1 માર્ચથી ત્રીજી માર્ચ સુધી યોજાનારા છે. આ પ્રી-વેડિંગ ઈવેન્ટની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં દુનિયાભરની હસ્તીઓને આમંત્રણ અપાયું છે. જેમાં ભારતીય પરંપરા અનુસારના સંગીત અને ડાન્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યારે અનંત અને રાધિકાની હસ્તાક્ષર સેરેમની જામનગર ટાઉનશીપ મંદિર ખાતે રાખવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMC દ્વારા સોલિડ વેસ્ટ, એસ્ટેટ સહિતના વિભાગોમાં 1 માર્ચથી ઓનલાઇન દંડ વસૂલ કરાશે

આ દિગ્ગ્જ બોલિવુડ કલાકારો પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજર રહેશે

અમિતાભ બચ્ચન અને પરિવાર તેમજ રજનીકાંત અને પરિવાર તથા શાહરૂખ ખાન અને પરિવાર તથા આમિર ખાન અને પરિવાર તેમજ સલમાન ખાન, અક્ષયકુમાર, ટ્વિન્કલ ખન્ના, અજય દેવગન અને કાજોલ, સૈફ અલી ખાન અને પરિવાર, ચંકી પાંડે અને પરિવાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કેટરિના કૈફ, માધુરી દીક્ષિત, ડૉ. શ્રીરામ નેને, આદિત્ય ચોપરા, રાની મુખરજી, કરણ જોહર, બોની કપૂર અને પરિવાર તથા અનિલ કપૂર અને પરિવાર, વરુણ ધવન તેમજ સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર, કરિશ્મા કપૂર ભવ્ય ઉત્સવમાં હાજરી આપશે.

Back to top button