ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત રાજ્યમાં આવતીકાલથી બે દિવસ માવઠાની આગાહી

Text To Speech
  • જીરું સહિતના પાકો હજુ તૈયાર થયા ન હોવાથી ખેડૂતોના જીવ અદ્ધર
  • ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે
  • અમરેલી, ભાવનગર, પોરબંદરમાં માવઠાની આગાહી

ગુજરાત રાજ્યમાં આવતીકાલથી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ત્યારે દ્વારકા અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. તથા અમરેલી, ભાવનગર, પોરબંદરમાં માવઠાની આગાહી છે.

આ પણ વાંચો: ખેડામાં નેશનલ હાઇવે પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર કેબીનમાં ચગદાઇ ગયો

ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે

ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હાલમાં દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ ઉત્તરપૂર્વ દિશા તરફથી છે. જ્યારે પવનની ઝડપ 25-35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઉપરાંત રાજ્યના બાકીના વિસ્તારમાં પણ પવનની દિશા ઉત્તર-પૂર્વીય રહેશે અને પવનની ઝડપ 5-10 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જેના સાથે જ અરબી સમુદ્રમાં તોફાની મોજા ઉછળવાની શક્યતાઓને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

જીરું સહિતના પાકો હજુ તૈયાર થયા ન હોવાથી ખેડૂતોના જીવ અદ્ધર

રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી શિયાળાએ વિદાય લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેની સાથે જ ફરી એકવાર માવઠાએ દસ્તક દીધી છે. તેમજ અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઊછળશે. આ માવઠાની આગાહીને લઈ જીરું સહિતના પાકો હજુ તૈયાર થયા ન હોવાથી ખેડૂતોના જીવ અદ્ધર થયા છે.

Back to top button