કાચું સલાડ ખાવાના શોખીન હો, તો થોભો અને આ વાંચો
- એક્સપર્ટ્સ માને છે કે કાચું સલાડ કે શાકભાજી ખાવાથી નુકસાન થાય છે. તે તમારી પેટની અને આંતરડાની હેલ્થ માટે નુકસાનકારક છે.
શાકભાજી વ્યક્તિને તાકાત અને મજબૂતાઈ આપે છે. શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જરૂરી છે. તેમાં ફાઈબર, પાણી અને પોષણ સારી એવી માત્રામાં હોય છે, તે ડાઈજેશનને મજબૂત બનાવે છે. તેથી લોકો જમવાની સાથે સાથે કાચા સલાડનું સેવન કરે છે, જેથી કોઈ પોષકતત્વો રહી ન જાય. કાચા સલાડમાં ખીરા, ટામેટા, ડુંગળી, બીટ અને લીલા શાકભાજી સામેલ છે, તે ઘણા આરોગ્ય લાભ આપે છે, પરંતુ એક્સપર્ટ્સ માને છે કે કાચું સલાડ કે શાકભાજી ખાવાથી નુકસાન થાય છે. તે તમારી પેટની અને આંતરડાની હેલ્થ માટે નુકસાનકારક છે. આ બંને બનીને તમારી ગટ હેલ્થ બને છે.
શું હોય છે કાચા શાકભાજીની અંદર?
કાચા શાકભાજીની પ્રકૃતિ હળવી, રુક્ષ અને ઠંડી હોય છે. જે વાત દોષ સાથે મળતી આવે છે. આયુર્વેદ કહે છે કે શરીર વાત, પિત અને કફ એમ ત્રણ પ્રાકૃતિક દોષ મળીને બનેલું છે. તેનું સંતુલનમાં રહેવું જરૂરી છે, નહીંતો અનેક સમસ્યાઓ થઈ શકે છે.
કેવી તકલીફો થઈ શકે?
એક્સપર્ટ કહે છે કે વાત દોષની પ્રકૃતિ પણ હળવી, રુક્ષ અને ઠંડી હોય છે. તે હવાનું નેતૃત્વ કરે છે, તેનું બેલેન્સમાં રહેવું જરૂરી છે. જ્યારે પેટમાં વાત (વાયુ) વધુ હોય ત્યારે પાચન ઘટી જાય છે. તેના કારણે ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
વાયુ દોષ વધ્યાના આ છે લક્ષણો
પેટમાં ગેસ, પેટ ફૂલવું, આંતરડામાં સોજો, કબજિયાતની સમસ્યા, ત્વચાની રુક્ષતા, અંગો જકડાઈ જવા, શરીર ઠંડુ રહેવું, મોંનો સ્વાદ બગડવો.
આ વાતોનું રાખો ધ્યાન
- હંમેશા સારી રીતે પકવેલું અને ગરમ ખાવાનું જ ખાવ
- હંમેશા સારી ફેટ સાથે ખાવ, જેના કારણે ખોરાક સારી રીતે પચશે.
- લીલા પાંદડાવાળા શાકભાજી પકવતા પહેલા ગરમ પાણીમાં પલાળીને રાખો.
- લીલા શાકભાજીને પકવતી વખતે મસાલાઓનો ઉપયોગ જરૂર કરો.
કાચું સલાડ કોણે ખાવું, કોણે ન ખાવું?
જો તમારું પેટ, આંતરડા અને પાચન યોગ્ય છે તો તમે કાચું સલાડ ખાઈ શકો છો, પરંતુ જો તમે પેટની સમસ્યાથી પીડાતા હો તો તેને નિયંત્રિત માત્રામાં ખાવ. સાથે રોજ કાચું સલાડ ખાવાથી બચો.
આ પણ વાંચોઃ આ સીઝનમાં કેમ વધે છે શરદી-ખાંસી અને વાયરલના દર્દીઓ? આ રીતે બચો