ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

જર્મન ચાન્સેલરે પીએમ મોદીનો હિન્દીમાં આભાર વ્યક્ત કર્યો, ગાયિકા કસાન્ડ્રાને મળેલી પ્રશંસાથી ખુશ

Text To Speech

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી:  આ દિવસોમાં એક જર્મન ગાયિકાની ભારતમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ગાયકના વખાણ કર્યા છે અને તાજેતરમાં જ આ 21 વર્ષીય સિંગર અને તેની માતાને મળ્યા હતા. આ મીટિંગનો ફોટો અને વીડિયો પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો હતો. આ સાથે પીએમ મોદીએ જર્મન ભાષામાં એક પોસ્ટ પણ લખી હતી. હવે જર્મનીના ચાન્સેલરે તે પોસ્ટનો હિન્દીમાં જવાબ આપ્યો છે.

પીએમ મોદીએ જર્મન સિંગરનો વીડિયો કર્યો શેર

વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા ‘રામ આયેંગે’ ગાઈને ઈન્ટરનેટ પર ફેમસ થઈ ગયેલા જર્મન ગાયક સાથે મુલાકાત કરી હતી. તમિલનાડુના પલ્લાડમમાં બેઠક દરમિયાન જર્મન ગાયિકા કેસાન્ડ્રા માઈ સ્પિટમેને (Cassandra Mae Spittmann) પણ વડાપ્રધાનને ભજન ગાઈને સંભળાવ્યું હતું. આ સાથે જ પીએમ મોદી પણ ભજન માણતા જોવા મળ્યા હતા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કેસાન્ડ્રા ભજન ગાઈ રહી છે અને પીએમ મોદી તેનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે.

આ મીટિંગ બાદ પીએમ મોદીએ એક્સ પર ફોટો અને વીડિયો શેર કર્યા હતા. આ સાથે પીએમે જર્મન ભાષામાં એક પોસ્ટ પણ લખી હતી. તેમાં તેણે કહ્યું હતું કે,  કેસાન્ડ્રા માઈ સ્પિટમેનનો મધુર અવાજ ખૂબ જ જાણીતો છે. હું તેને અને તેની માતાને પલ્લાડમમાં મળ્યો હતો. અમે ભારતીય સંસ્કૃતિ, સંગીત અને ખોરાક પ્રત્યેના કેસાન્ડ્રાના પ્રેમ વિશે અદ્ભુત વાતચીત કરી હતી.

જર્મન ચાન્સેલરે હિન્દીમાં જવાબ આપ્યો

હવે વડાપ્રધાન મોદીની આ પોસ્ટ પર જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની પ્રતિક્રિયા સામે આવી છે. આમાં ઓલાફ સ્કોલ્ઝે હિન્દીમાં એક પોસ્ટ લખીને કહ્યું કે સંગીત બંને દેશોને જોડે છે. જર્મન ચાન્સેલરે પોતાની પોસ્ટમાં લખ્યું છે, “જો તમે જર્મનમાં લખ્યું છે, પ્રિય નરેન્દ્ર મોદી, તો હું હિન્દીમાં જવાબ આપીશ.આ  સારું છે કે સંગીત આપણા દેશોને પણ જોડે છે.

આ પણ વાંચો: ‘કૃષ્ણ કૃષ્ણ હરે હરે…’, જર્મનીની સિંગરે પીએમ મોદીને સંભળાવ્યું ભજન, જૂઓ વીડિયો

Back to top button