ગર્ભવતી મહિલાનો મૃતદેહ અનેક ટુકડાઓમાં મળી આવ્યો, પોલીસ પણ ચોંકી ગઈ
અમરોહા, 28 ફેબ્રુઆરી: એક રાહદારી દ્વારા આપેલી માહિતીના આધારે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને જે જોયું તે હૃદયને હચમચાવી નાખે તેવું હતું. જ્યારે પોલીસે જંગલમાં પડેલી બે બેગો ખોલી તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ બેગમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, તે પણ છ અલગ-અલગ ટુકડાઓમાં કપાયેલો. બે બેગમાં છ ટુકડાઓમાં મહિલાના મૃતદેહને જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. કોઈક રીતે પોલીસે બંને બેગ ખોલી અને પોલીથીનમાં વીંટાળેલા છ ટુકડામાં કાપેલા મૃતદેહને બહાર કાઢ્યો. મહિલા કોણ છે અને તે ક્યાંની છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
શરીરના છ ટુકડા કરવામાં આવ્યા
એએસપી અમરોહા રાજીવકુમારે જણાવ્યું કે, ‘એક બેગમાં પોલિથીનની અંદરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, એક બેગમાં માથું, અડધુ ધડ અને બંને હાથ રાખવામાં આવ્યા હતા, જ્યારે બીજી બેગમાં ધડનો નીચેનો ભાગ અને બંને પગ અલગ-અલગ રાખવામાં આવ્યા હતા. બંને બેગમાંથી ભારે દુર્ગંધ આવી રહી હતી, જેનાથી એવું લાગતું હતું કે જાણે આ ઘટના ઘણા દિવસો પહેલા બની હશે. મહિલાની ઉંમર 20 થી 24 વર્ષની હશે તેવું અનુમાન છે અને સૌથી મહત્વની વાત એ છે કે તે ગર્ભવતી પણ હતી.
જાણો સાંજ સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા
મૃતક મહિલાના ચહેરા પર મોટા પ્રમાણમાં લોહીના છાંટા પડ્યા હોય તે પરથી એવું લાગી રહ્યું છે કે મહિલાની હત્યા કર્યા બાદ તેના શરીરના ભાગોને મશીન વડે કાપીને અલગ કરી દેવામાં આવ્યા હશે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હત્યા કર્યા બાદ મૃતદેહને કાપીને બેગોમાં ભરીને અહીં ફેંકી દેવામાં આવ્યો છે.
હાલ પોલીસ પણ આ કેસમાં વધુ માહિતી મેળવી શકી નથી પરંતુ એએસપી અમરોહા રાજીવ કુમારના જણાવ્યા અનુસાર 27મીએ નોગનવા સાદત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નૂરપુર ધનૌરા રોડ પર એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, ફોરેન્સિક પુરાવા એકત્ર કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે બીજી ટીમો આ મહિલાની ઓળખ અને તપાસ પ્રક્રિયા કરી રહી છે.