મોં માંગ્યા પૈસા ન મળતા કિન્નરોએ નવજાત બાળકી પર ગુજાર્યો અત્યાચાર, પછી કરી હત્યા, અને હવે કોર્ટે સંભળાવી સજા…
મુંબઈ, 28 ફેબ્રુઆરી : એક 24 વર્ષીય ટ્રાન્સજેન્ડરને નવજાત બાળકી પર દુષ્કર્મ અને પછી હત્યા (New Born Rape Murder) માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. હવે મુંબઈની વિશેષ અદાલતે તેને આ કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવી છે. ગુનેગારનું નામ કનુ ચૌગલે છે. 2021 માં, કનુએ ત્રણ મહિનાના બાળકીનું અપહરણ કર્યું હતું. બાળકીના પરિવાર જાણો તરફથી કનુને મોં માંગી રકમ મળી ના હતી.
કનુને બળાત્કાર, હત્યા, અપહરણ, પુરાવાનો નાશ અને POCSO એક્ટની કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય એક આરોપી સોનુને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
કોર્ટે શું કહ્યું?
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ચુકાદો આપતી વખતે કોર્ટે આ અપરાધને પૂર્વયોજિત ગણાવ્યો અને કહ્યું કે આનાથી ગરીબ વિસ્તારોમાં રહેતી છોકરીઓના માતા-પિતાની આત્મા હચમચી જશે. વિશેષ POCSO ન્યાયાધીશ અદિતિ ઉદય કદમે જણાવ્યું હતું કે ગુનો કરવા પાછળનો હેતુ આસપાસના વિસ્તારમાં આતંક મચાવવાનો હતો અને પોતાનું નામ પ્રખ્યાત કરવાનો હતો જેથી કોઈ તેને તેની મોં માંગી વસ્તુ કે રકમ આપવાનો ઇનકાર કરવાની હિંમત ન કરે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવજાત બાળકીના શરીર પર ગંભીર ઈજાઓ જોવા મળી હતી જે ગુનેગારની ક્રૂરતાને પ્રતિબિંબિત કરે છે. કોર્ટે વધુમાં કહ્યું કે આ કેસમાં ઉદારતા બતાવવાનો કોઈ આધાર નથી.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2021માં પ્રકાશિત થયેલા મામલાને લઈને દિવ્યેશ સિંહના અહેવાલ મુજબ જુલાઈ 2021માં દક્ષિણ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં એક બાળકીનો મૃતદેહ એક નાળામાં પડેલો મળ્યો હતો. ઘટના અંગે પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, કનુ 8 જુલાઈની સાંજે તેના ઘરે અભિનંદન આપવા આવ્યો હતો. આ દરમિયાન તેમણે અગિયારસો રૂપિયા, સાડી અને નાળિયેરની માંગણી કરી હતી. લોકડાઉન પછી તેમની પાસે કોઈ કામ નહોતું તેથી તે આ બધું આપી ન શક્યા. જો કે તેમણે કનુને સાડી અને નાળિયેર આપવાનું કહ્યું હતું. પરંતુ થોડી જ વારમાં તેમની વાતચીત દલીલમાં ફેરવાઈ ગઈ. જે બાદ તેમણે કનુને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.
તે જ રાત્રે કનુએ તેના મિત્ર સોનુને આ ઘટના વિશે જણાવ્યું, જેના પછી બંનેએ બદલો લેવાનું નક્કી કર્યું. રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બંને સચિનના ઘરે પહોંચ્યા જ્યાં દરવાજો ખુલ્લો હતો. તેઓ બાળકનું અપહરણ કરીને તેને કફ પરેડ વિસ્તારમાં લઈ ગયા. જ્યાં બાળકને નાળા પાસે પાણી ભરેલા ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો.
બીજા દિવસે સવારે જ્યારે બાળક ન મળ્યું ત્યારે સચિને પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને અજાણ્યા લોકો સામે અપહરણનો કેસ પણ દાખલ કર્યો. આ દરમિયાન તેમણે કનુ સાથે થયેલી દલીલ વિશે પણ પોલીસને જણાવ્યું હતું. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી અને પછી તેમને જેલમાં મોકલી આપ્યા હતા.
વડોદરાથી ભાગેલા ભૂવાને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આણંદથી ઝડપ્યો