મહિલા ચૅસ ખેલાડીએ ફોટો એડિટ કરવા સોશિયલ મીડિયા પર મદદ તો માગી પણ…
અમદાવાદ, 28 ફેબ્રુઆરી : તમારે તમારા ફોટાને સંપાદિત (એડિટ) કરવામાં મદદ માટે ક્યારેય સોશિયલ મીડિયા પર લોકોને પૂછવું જોઈએ નહીં. જો તમે આવું કરશો તો તમારા ફોટો સાથે પણ કંઈક એવું જ થશે જે ભારતીય ચૅસ ખેલાડી તાનિયા સચદેવના ફોટો સાથે થયું.
આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘણો વધી ગયો છે. અમુક લોકોને બાદ કરતાં આ દેશમાં લગભગ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા એ આજના સમયમાં મનોરંજનનું ખૂબ જ સારું માધ્યમ બની ગયું છે. સોશિયલ મીડિયા પર ક્યારે કોનું મીમ બની જાય અને કોણ ક્યારે ફેમસ થઈ જશે તેની કોઈ અંદાજ નથી લગાવી શકતું. ભારતીય ચેસ પ્લેયર તાનિયા સચદેવ સાથે પણ આવું જ કંઈક થયું છે. પોતાનો એક ફોટો શેર કરતી વખતે તેણે લોકો પાસે તે ફોટોને એડિટ કરવામાં મદદ માંગી હતી. આ પછી, લોકોએ જે ક્રિએટિવિટી બતાવી છે તે જોઈને તમે હસવાનું રોકી નહીં શકો.
તાનિયા સચદેવે કર્યો ફોટો શેર
Hey can anyone reposition the horse in this photo so it doesn’t look like it’s stepping on my head? pic.twitter.com/s0UL439T0H
— Tania Sachdev (@TaniaSachdev) February 27, 2024
તાનિયા સચદેવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોતાનો એક ફોટો શેર કર્યો હતો. આ તસવીરમાં તે જ્યાં ઊભી છે તેની પાછળ ઘોડાની પ્રતિમા છે. મૂર્તિના આગળના પગને જોતાં એવું લાગે છે કે તેણે તાનિયા સચદેવના માથા પર પોતાનો પગ મૂક્યો છે. તો પોતાની તસવીર પોસ્ટ કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘શું કોઈ આ તસવીરમાં ઘોડાની સ્થિતિ બદલી શકે છે જેથી તે મારા માથા પર પગ મૂકે તેવું ન લાગે?’
અહીં પોસ્ટ કરેલી તસવીર જુઓ
આ પછી લોકોએ પોતાની ક્રિએટિવિટી બતાવવાનું શરૂ કર્યું. કોમેન્ટ્સમાં લોકોએ ઘણી તસવીરો શેર કરી છે જેને બધાએ પોતાની ઈચ્છા મુજબ એડિટ કરી છે. કોઈએ ઘોડા અને તાનિયા સચદેવની તસવીર બદલી નાખી. તો કોઈએ ઘોડાનો પગ તોડીને તાનિયાના હાથમાં મૂક્યો. એક વ્યક્તિએ તો તાનિયા સચદેવને તસવીરમાંથી ગાયબ કરી દીધી. બીજા શખ્સે અડધો ઘોડો ગુમ કરી દીધો.
વધુ સંપાદિત ચિત્રો
આ પણ વાંચો : એપલે તેનો પ્રોજેક્ટ ટાઇટન કર્યો બંધ, સેંકડો કર્મચારીઓની નોકરી ખતરામાં