ગુજરાત

ડીસા આનંદ મેળામાં ચકડોળ તૂટી,સદનસીબે જાનહાની ટળી

Text To Speech

પાલનપુર: ડીસાના હવાઈ પિલર મેદાન ખાતે હાલમાં આનંદ મેળો આવેલો છે. જેમાં રોજેરોજ અનેક લોકો મેળામાં આનંદ માણવા માટે જતા હોય છે.ત્યારે હવાઈ પિલર મેદાન ખાતે આવેલા આનંદ મેળામાં મોટા ચકરડાનો એક ઝુલો તૂટી નીચે પડ્યો હતો. પરંતુ સદનસીબે કોઈ હાજર ન હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી.

ડીસા
ચકરડાનો ઝુલો તૂટી દૂર ફેંકાયો હતો

ચકરડાનો ઝુલો તૂટી દૂર ફેંકાયો હતો

ડીસાના હવાઈ પિલર ખાતે આનંદ મેળો યોજાય છે. જેમાં ડીસા શહેરી વિસ્તાર સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાંથી રોજેરોજ અસંખ્ય લોકો મેળામાં આનંદ માણવા માટે આવતા હોય છે. કોઈપણ વિસ્તારમાં મેળો ચલાવવા માટે સરકારી કચેરીઓમાંથી પરમિશન લેવામાં આવતી હોય છે. આ પરમિશનમાં કોઈ પણ દુર્ઘટના ન બને તે માટે મેળાના સંચાલક દ્વારા સરકારી કચેરીઓમાં બાહેધરી પત્ર આપવામાં આવતો હોય છે. પરંતુ આજે પણ એવી અનેક ઘટનાઓ મેળાઓમાં સામે આવતી હોય છે કે, જેના કારણે લોકોમાં ભય જોવા મળતો હોય છે. મેળાની શરૂઆત કરતા પહેલા આયોજન દ્વારા તમામ સાધનોને યોગ્યતાપૂર્વક ચકાસણી કરવામાં આવતી હોય છે. કેટલીક વાર મેળા આયોજકની બેદરકારીના કારણે અનેક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ડીસાના હવાઈ પિલર મેદાન ખાતે હાલમાં આનંદ મેળો ચાલી રહે છે. જેમાં બાળકો અને મોટા સૌ કોઈ આનંદ મેળવી શકે તે માટે અનેક પ્રકારની રાઈડ્સ ઉભી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને લોકોને સૌથી વધુ આનંદ મોટી ચકડોળમાં આવતો હોય છે. ત્યારે ડીસાના હવાઈ પિલર મેદાન ખાતે લગાવવામાં આવેલી મોટી ચકડોળમાં મેળા આયોજકની ગંભીર બેદરકારીના કારણે ચકડોળમાંથી એક મોટો ઝૂલો તૂટીને નીચે પડ્યો હતો. સદનસીબે આ ઝુલામાં કોઈ વ્યક્તિ સવાર ન હતું કે, ના તો કોઈ ચકડોળની નીચે હતું. જો આવા સમયે ચકડોળમાં કોઈ બેઠેલું હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. ત્યારે આવા આયોજકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે લોકોએ માંગ કરી હતી.

Back to top button