આફ્રિકન દેશ માલીમાં ગમખ્વાર અકસ્માત, બસ પુલ પરથી નદીમાં પડતાં 31નાં મૃત્યુ
બામાકો (માલી), 28 ફેબ્રુઆરી: પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં એક ભયાનક બસ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 31 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે. માલીના પરિવહન મંત્રાલયે એક ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે મંગળવારે, માલીના પશ્ચિમી શહેર કેનિબા નજીક પુલ પરથી એક પેસેન્જર બસ નદીમાં ખાબકી હતી, જેમાં સવાર ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા હતા. મંત્રાલયે જણાવ્યું કે, આ પેસેન્જર બસ બુર્કિના ફાસો જઈ રહી હતી ત્યારે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.
ડ્રાઈવરે બસ પર નિયંત્રણ ગુમાવતાં સર્જાયો અકસ્માત
ડ્રાઇવરે પેસેન્જર બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેમાં માલીના નાગરિકાઓ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત 10 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને યુદ્ધના ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, તેમાંથી હજુ કેટલાકની હાલત ગંભીર છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે અકસ્માત સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યે થયો હતો. જ્યારે બસ બગો નદી પાર કરી પુલ પર જઈ રહી હતી.
માલીમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધ્યું
મહત્ત્વનું છે કે માલીમાં રોડ અકસ્માતો મુખ્ય રીતે ખરાબ રસ્તા અને વાહનોની સ્થિતિને કારણે વારંવાર થાય છે. અગાઉ 19 ફેબ્રુઆરીના રોજ, મધ્ય માલીમાં જાહેર પરિવહન બસ અને એક ટ્રક વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા અને 46થી વધુ ઘાયલ થયા હતા. 2023 માટે યુએન ડેટા પ્રમાણે, વિશ્વના લગભગ માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ પામેલામાં એક ચતુર્થાંશ લોકો આફ્રિકાના છે. જો કે, આ આફ્રિકા વિશ્વના વાહનોના કાફલામાં માંડ 2% હિસ્સો ધરાવે છે.
આ પણ વાંચો: ખેડાથી ધોળકા માર્ગ પર ગોઝારો અકસ્માત, 5 લોકોના ઘટના સ્થળે મૃત્યુ