વીડિયો કોલ સ્કેમ અંગે સરકારની CERT-IN એ જારી કરી ચેતવણી
- વીડિયો કોલ ફ્રોડના કેસમાં થયો વધારો
- ડીપફેક વિડીયો કોલ દ્વારા છેતરપિંડી થાય છે
- હની ટ્રેપ છેતરપિંડીનું મુખ્ય કારણ
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી : જો તમે વોટ્સએપ અથવા અન્ય કોઈ સોશિયલ મીડિયા દ્વારા વીડિયો કોલ કરો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે તમારો વીડિયો કોલ તમને નાદાર બનાવી શકે છે. હા, સરકાર દ્વારા આ અંગે ચેતવણી જારી કરવામાં આવી છે, જે દરેક યુઝર્સે જાણવી જોઈએ.
આજના યુગમાં વીડિયો કોલિંગ સામાન્ય બની ગયું છે. સામાન્ય વોઇસ કોલ્સ કરતાં વીડિયો કોલ્સનો વધુ ઉપયોગ થાય છે. આમાં તમે અન્ય વ્યક્તિને સીધા જોઈ શકો છો, પરંતુ શું તમે જાણો છો કે વીડિયો કોલથી તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે, હા, આવું અમે નહી પરંતુ સરકાર કહી રહી છે. તેમજ લોકોને આ મામલે સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. વાસ્તવમાં, ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે ભારત સરકારની CERT-IN એ એક એડવાઈઝરી જારી કરી છે, જે મુજબ વીડિયો કોલ છેતરપિંડીનું કારણ બની રહ્યા છે.
શું છે વીડિયો કોલ ફ્રોડનો સમગ્ર મામલો
આજના સમયમાં વીડિયો કોલથી છેતરપિંડી સામાન્ય બની ગઈ છે. આ પ્રકારની છેતરપિંડીમાં લોકોને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર કોલ કરવામાં આવે છે. આ કોલના કુલ ચાર પ્રકાર છે.
બ્લેકમેલિંગ
આ પ્રકારની છેતરપિંડીઓમાં, સ્કેમર્સ તમારી જાણ વગર તમારો વીડિયો કોલ રેકોર્ડ કરે છે અને પછી વીડિયો લીક કરવાની ધમકી આપે છે.
ઇન્વેસ્ટમેન્ટ
સ્કેમર્સ વીડિયો કોલ કરીને છેતરપિંડીયુક્ત રોકાણ યોજનાઓમાં રોકાણ કરાવી લે છે, જેમાં ઉચ્ચ વળતર મળવાનો દાવો કરવામાં આવે છે.
ટેકનિકલ સપોર્ટ
સ્કેમર્સ ટેક્નિકલ સપોર્ટના નામે બેંકના પ્રતિનિધિ બનીને આવે છે. અને તમારી પાસે માલવેર સોફ્ટવેર ડાઉનલોડ કરવી અને તમારા ઉપકરણને તેના નિયંત્રણમાં લઈ લે છે.
હની ટ્રેપ
સ્કેમર્સ તમારી સાથે વીડિયો કોલ દ્વારા રોમેન્ટિક રીતે વાત કરીને તમારી ખાનગી વ્યક્તિગત માહિતીની ચોરી કરે છે. અથવા તમારો ખાનગી વીડિયો બનાવી લે છે, આ પછી તેઓ તમારી પાસે પૈસાની માંગ કરે છે.
આ પ્રકારના વીડિયો કોલ્સ ટાળો
ડીપફેક
આમાં ડીપફેકની મદદથી વીડિયો કોલ ફ્રોડ કરવામાં આવે છે, જે તમારા પરિવારના સભ્ય અથવા તમારા પરિચિતનો ડીપફેક વીડિયો બનાવીને કોલ કરી શકે છે
ઈમરજન્સી
વીડિયો કોલ કરીને ઈમરજન્સી હોવાનું જણાવે છે અને ઝડપથી પૈસા મોકલવાની વાત કરે છે અને બદલામાં તમને પાછા વધુ પૈસા ટ્રાન્સફર કરવાના બહાને પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે
ભૂલથી પણ આવું ન કરો
સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે કનેક્ટ ન થાવ. કોઈની સાથે જોડાતા પહેલા તેના વિશે યોગ્ય માહિતી મેળવો.
તમને ઓળખતા હોવાનો દાવો કરતા અજાણ્યા લોકોના વીડિયો કોલનો જવાબ આપશો નહીં.
કોઈપણ એપને વીડિયો કોલ એક્સેસ અથવા કોન્ટેક્ટ એક્સેસ આપવાનું ટાળો.
વીડિયો કોલ્સ માટે વિશ્વસનીય એપનો ઉપયોગ કરો.
કોઈની સાથે અંગત કે નાણાકીય માહિતી શેર કરશો નહીં.
સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની ગોપનીયતા સેટ કરો.
આ પણ વાંચો : વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળનું પીએમ નરેન્દ્ર મોદી કરશે ઉદ્દઘાટન