બનાસકાંઠા : ડીસામાં ડ્રગ્સ સાથે પકડાયેલા શખ્સને બે દિવસના રિમાન્ડ
- તપાસ માટે રાજસ્થાન લઈ જવાયો
પાલનપુર 27 ફેબ્રુઆરી 2024: ડીસામાં રામનગરમાં મકાન ભાડે રાખી ડ્રગ્સ હેરાફેરીમાં બનાસકાંઠા એસઓજી પોલીસના હાથે ઝડપાયેલા શખ્સને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી પોલીસ દ્વારા તેને તપાસે રાજસ્થાન લઈ જવાયો હતો.આ કેસમાં તપાસ દરમિયાન અનેક મોટા ડ્રગ સપ્લાયરોના નેટવર્ક નો પર્દાફાશ થઈ શકે તેમ છે.
ડીસા શહેરમાં ડ્રગ્સની હેરાફેરીની ફરિયાદોની તપાસ દરમિયાન SOG ની ટીમને ડીસાના રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં અચાનક તપાસ કરતા ડ્રગ્સના જથ્થા મૂળ સુઈગામના કુંભારખા ગામનો વિપુલ ગંગારામ વણોદને ઝડપી લઇ તેની પાસેથી 18.27 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. વિપુલ વણોદ રામનગરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો અને ડીસામાં દ્રગ સપ્લાય કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા આ માદક પદાર્થનો જથ્થો આપનાર સુરેશ ક્રિષ્નારામ વિશ્નોઇ રહે.લાછીવાડા, તા.જી. સાંચોર,રાજસ્થાન તેમજ આ જથ્થો લેનાર સંજય ભેમાજી ઠાકોર રહે. સિંધી કોલોની ડીસા નું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે બંનેને આરોપી તરીકે દર્શવી તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે આજે વિપુલ વણોદ ને ડીસા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેથી પોલીસ દ્વારા તેને તપાસ સાથે રાજસ્થાન લઈ જવાયો હતો. આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન ડ્રગ્સ સપ્લાયનું મોટું નેટવર્ક બહાર આવે તેમ છે.
આ પણ વાંચો : નકલી અધિકારી બની ઠગાઈ આચરનારા ચેતી જજોઃ હર્ષ સંઘવીની ચેતવણી