ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકમાં કોંગ્રેસના ત્રણેય રાજ્યસભાના ઉમેદવારો જીત્યા, ભાજપને એક બેઠક પર મળી જીત

  • કર્ણાટકની રાજ્યસભા ચૂંટણીના પરિણામો જાહેર
  • કોંગ્રેસના ત્રણેય ઉમેદવારોની અને ભાજપના એક ઉમેદવાર ઉમેદવારે જીત નોંધાવી

બેંગલુરુ, 27 ફેબ્રુઆરી: રાજ્યસભાની ચૂંટણીમાં કર્ણાટકના પરિણામો જાહેર થઈ ગયા છે. રાજ્યમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો જીત્યા છે. પાર્ટી તરફથી અજય માકન, નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર જીત્યા છે. જ્યારે એક ભાજપના નારાયણ ભંડાગે જીત મેળવી છે.

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને 47 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 139 અને જેડીએસને 36 વોટ મળ્યા હતા. કર્ણાટકમાં, અપક્ષ ધારાસભ્યો જનાર્દન રેડ્ડી, લથા મલ્લિકાર્જુન, પુટ્ટસ્વામી ગૌડા અને દર્શન પુટ્ટનૈયાએ કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં મતદાન કર્યું હતું. મતદાન પહેલા જ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ તેના તમામ ધારાસભ્યોને ખાનગી રિસોર્ટમાં શિફ્ટ કરી દીધા હતા.

ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા?

કર્ણાટકમાંથી પાંચ ઉમેદવારો હતા, જેમાં કોંગ્રેસ તરફથી અજય માકન, સૈયદ નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર, ભાજપ તરફથી નારાયણ ભંડાગે અને જેડીએસના કુપેન્દ્ર રેડ્ડીનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં રાજ્યસભામાં ચૂંટાવા માટે ઉમેદવારને 45 વોટની જરૂર પડે છે. ચૂંટણીમાં કોંગ્રેસના અજય માકનને 47 વોટ, નાસિર હુસૈનને 47 વોટ અને જીસી ચંદ્રશેખરને 45 વોટ મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 47 અને જેડીએસના ઉમેદવારને 36 મત મળ્યા હતા.

કર્ણાટક વિધાનસભામાં પક્ષોની તાકાત

સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું. આ પછી મતગણતરી શરૂ થઈ. રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસ પાસે 134 ધારાસભ્યો છે, જ્યારે પાર્ટીને ક્રોસ વોટિંગમાં 139 વોટ મળ્યા છે. ભાજપે 66 ધારાસભ્યો સાથે કોંગ્રેસને જોરદાર ટક્કર આપી હતી. જેડીએસ પાસે રાજ્ય વિધાનસભામાં 19 ધારાસભ્યો છે અને ચાર અપક્ષ ધારાસભ્યો છે, જેમણે કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું છે.

ભાજપ-જેડીએસે ગઠબંધનમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા

ચૂંટણી પહેલા બીજેપી અને જેડીએસે ગઠબંધનમાં ઉમેદવાર ઉતાર્યા હતા, જે બાદ કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી થઈ હતી પરંતુ પાર્ટીએ સાવધાનીપૂર્વક ત્રણેય સીટો જીતી લીધી હતી. જેડીએસ ચીફ એચડી કુમારસ્વામીએ કોંગ્રેસ પર તેમની પાર્ટીને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે તેઓ બીજેપી સાથે ગઠબંધનમાં ઉમેદવાર ઉભા કરવા માટે રાજી થયા હતા. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી તરફથી કોઈ ક્રોસ વોટિંગ થશે નહીં.

આ પણ વાંચો: રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા શું છે? ધારાસભ્ય કેટલા વોટ આપી શકે છે?

Back to top button