લોકોના ઘરોમાં વાસણ ધોનાર વર્ષા સોલંકી આજે સોશિયલ મીડિયા સ્ટાર
- સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર વર્ષા સોલંકી હાલમાં ‘ડાન્સ દીવાને’ શોમાં જોવા મળી
- ‘ડાન્સ દીવાને’ શોમાં તેનો ડાન્સ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો
મુંબઈ, 27 ફેબ્રુઆરી: અત્યારના સમયમાં સોશિયલ મીડિયા ચોક્કસપણે તમારી પોતાની ઓળખ બનાવવા માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. આજના સમયમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરો સેલેબ્સથી ઓછા નથી. લાખો અને કરોડો લોકો તેમને ફોલો કરે છે. પરંતુ અહીં પહોંચવું દરેક માટે સરળ નથી હોતું. ઘણા સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરો છે જેમણે આ સફળતા સુધી પહોંચતા પહેલા ઘણી મહેનત કરવી પડી છે, તેમાંથી એક વર્ષા સોલંકી છે જે તેના ઇન્સ્ટાગ્રામ રીલ્સને લઈ ને ચર્ચામાં રહે છે. વર્ષા સોલંકીની રીલ્સ જોઈને ચાહકો હસી પડે છે, તે લાખો ચાહકોને રોજ હસાવે છે. પરંતુ શું તમે જાણો છો કે દરેકને હસાવનાર વર્ષા સોલંકીએ વાસ્તવિક જીવનમાં કેટલી પીડાનો સામનો કર્યો છે.
વર્ષા સોલંકીએ પોતાની ગરીબીની વાત કહી
ખરેખર, વર્ષા સોલંકી હાલમાં શો ‘ડાન્સ દીવાને’માં જોવા મળી રહી છે. આ શો દરમિયાન વર્ષા સોલંકીએ તેની વાસ્તવિક વાર્તા ચાહકોને સંભળાવી છે, જે સાંભળીને તમારી આંખો પણ ભરાઈ જશે. તાજેતરમાં વર્ષા સોલંકીએ આ શોમાંથી પોતાનો એક વીડિયો શેર કર્યો છે જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વર્ષા સોલંકી તેના બાળપણની કહાણી સંભળાવતી જોવા મળી રહી છે. વર્ષા જણાવે છે કે તે અને તેની બહેન કેવી રીતે ગરીબીમાં ઉછર્યા અને કેવી રીતે તેમની સિંગલ માતાએ તેમનો ઉછેર કર્યો છે.
જૂઓ વીડિયો:
View this post on Instagram
વર્ષા તેની માતા સાથે લોકોના ઘરોમાં વાસણો ધોતી જતી
વર્ષા વીડિયોમાં કહી રહી છે કે, ‘નાનપણથી જ આખા ઘરની જવાબદારી તેના પર આવી ગઈ હતી. તેના પિતા ડ્રિંક કરતા અને ઘરનું ધ્યાન ક્યારેય રાખતા નહીં. પછી જવાબદારી વર્ષાની માતા પર આવી અને તેણીએ એકલા હાથે લોકોના ઘરમાં વાસણો ધોઈને વર્ષા અને તેની બહેનનો ઉછેર કર્યો. આ પછી વિડિયોમાં વર્ષા કહે છે, ‘જ્યારે મમ્મી કામ કરી શકતી ન હતી, ત્યારે અમે પણ તેની સાથે કામ કરવા જતા અને લોકોના ઘરે વાસણો ધોતા અને ઘર ચલાવતા. આ કામ કરતાં કરતાં મારા લગ્ન થયા અને પછી એક ખૂબ જ સુંદર પુત્રીનો જન્મ થયો. વીડિયોમાં વર્ષા આગળ કહી રહી છે કે ‘મને નાનપણથી જ ડાન્સનો શોખ હતો. જવાબદારી આવી એટલે બધું છોડી દીધું હતું. પરંતુ પછી નવી એપ્સ અને પ્લેટફોર્મ આવવા લાગ્યા. પછી મને કલર્સ તરફથી ફોન આવ્યો, તેથી હું ખૂબ જ ખુશ હતી કે મને આ અનોખું પ્લેટફોર્મ મળ્યું અને પછી મારી યાત્રા અહીંથી શરૂ થઈ હતી.
સુનીલ શેટ્ટીએ વર્ષાના કર્યા જોરદાર વખાણ
એક વીડિયોમાં સુનીલ શેટ્ટી વર્ષાના વખાણ કરતા જોવા મળે છે અને તેને રિયલ હીરો કહે છે. આ સાથે સુનીલ શેટ્ટીએ એમ પણ કહ્યું કે તમે ઘણી દીકરીઓ માટે પ્રેરણા બનશો. આ પછી સુનીલ વર્ષાને ગળે લગાવતો જોવા મળે છે.
જૂઓ વીડિયો:
View this post on Instagram
આજે વર્ષા સોશિયલ મીડિયા સ્ટાર
વર્ષા સોલંકી આજે સોશિયલ મીડિયા સ્ટાર છે. તે સોશિયલ મીડિયા પર ટૂંકા વીડિયો બનાવીને મહિને લાખો રૂપિયા કમાય રહી છે.
આ પણ વાંચો: આ અભણ મહિલાઓ નિવૃત્તિની ઉંમરે બની રૅપર, લોકો તેમને સાંભળવા આતુર