ટ્રેન્ડિંગધર્મ

મહાશિવરાત્રિ પર બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, રાશિ અનુસાર કરો આ ઉપાય

8 માર્ચના દિવસે મહાશિવરાત્રિનો મહાપર્વ ઉજવાશે. મહા વદ તેરસના દિવસે મહાશિવરાત્રિનું પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, સિદ્ધિ યોગ આવશે. આ ઉપરાંત કુંભ રાશિમાં સૂર્ય, શનિ, બુધનો યુતિ સંબંધ તો રહેશે, જે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. મહાશિવરાત્રિ પર બની રહેલા શુભ યોગમાં જો રાશિ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો ભગવાન ભોલેનાથ જલ્દીથી પ્રસન્ન થશે અને જીવનના તમામ કષ્ટોથી મુક્તિ પણ મળશે.

મહાશિવરાત્રિએ કરો આ રીતે પૂજા

મહાશિવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ દિવસે લીલા વસ્ત્રો પહેરવા શુભ માનવામાં છે. ત્યારબાદ શિવ મંદિરમાં જઈને શુદ્ધ જળ, શેરડીનો રસ, દૂધ, દહીં, મધ અને ઘીથી શિવલિંગનો અભિષેક કરો. હવે શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો અને ભગવાનને બિલીપત્ર, ભાંગ, ધતુરા, ફળ, મીઠાઈ વગેરે અર્પણ કરો. આ પછી શિવ ચાલીસાનો પાઠ કરો અને ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. અંતમાં ભગવાન શિવજીની આરતી ગાઓ.

મહાશિવરાત્રીના દિવસે રાશિ પ્રમાણે શિવલિંગને આ વસ્તુઓ ચઢાવો

મહાશિવરાત્રિ પર બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, રાશિ અનુસાર કરો આ ઉપાય hum dekhenge news

મેષ : શિવલિંગ પર કાચું દૂધ, દહીં અને ઘતૂરો ચઢાવો. શિવાષ્ટકના પાઠ કરો

વૃષભ :શેરડીના રસથી અભિષેક કરો, સાથે બીલીપત્ર, ચંજન અને મોગરાનું અત્તર ચઢાવો

મિથુન: સ્ફટિકના શિવલિંગની પૂજા કરવી શ્રેષ્ઠ છે. ગુલાલ, ચંદન અર્પિત કરો. સફેદ આંકડાના ફૂલ ચઢાવો.

કર્કઃ ચંદનનું અત્તર અર્પણ કરો. કાચું દૂધ અને જળ અર્પિત કરો.

સિંહ : ફળોનો રસ અને પાણીમાં ખાંડ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરો.

કન્યા: કપૂર મિશ્રિત જળથી શિવલિંગનો અભિષેક કરો. બીલીપત્ર પર નૈવેધ અર્પિત કરો.

તુલા: સફેદ ચંદનને પાણીમાં મિક્સ કરો. સાથે બીલીપત્ર, મોગરો, ચોખા અને ચંદનથી અભિષેક કરો. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

વૃશ્ચિક: પાણી અને બિલીપત્ર અર્પણ કરો. મધ અને ધીથી શિવલિંગ પર અભિષેક કરો. મસૂર દાળ ચઢાવો.

ધનુ: જળમાં સફેદ તલ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરો. પીળા ફૂલ અને અડદની દાળ ચઢાવો.

મકર: શિવલિંગને ઘઉંથી ઢાંકી દો અને ત્યારબાદ વિધિવત રીતે પૂજા કરો. ઓમ અર્ધનારીશ્વરાય નમઃ મંત્રનો જાપ 108 વખત કરો. ઘઉંને ગરીબોને દાન કરો.

કુંભ : જળમાં કાળા તલ મિક્સ કરીને અભિષેક કરો. ભસ્મનું ત્રિપુંડ લગાવો.

મીન : શિવલિંગ પર પીળા ફૂલ, ચણાની દાળ અર્પિત કરો.

આ પણ વાંચોઃ મહાશિવરાત્રિ અને અમાસે અહીં બિરાજે છે ભગવાન ભોલેનાથ

Back to top button