ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

EPFOમાં શા માટે દર ત્રણમાંથી એક ક્લેમ કેમ થઈ રહ્યો છે રિજેક્ટ? જાણો કારણ અને ઉપાય

Text To Speech

દિલ્હી, 27 ફેબ્રુઆરી: EPFO રોકાણ માટે ખૂબ જ સારો વિકલ્પ છે. આમાં કર્મચારીની સાથે કંપની પણ યોગદાન આપે છે. જેથી અનેક લોકો EPFOમાં રોકાણ કરે છે. તાજેતરમાં ઘણા વપરાશકર્તાઓએ ફેસબુક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું કે તેમના EPFO ક્લેમ રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, 3 માંથી 1 ક્લેમ રિજેક્ટ કરવામાં આવી રહ્યો છે.

એક યુઝરે X પર પોસ્ટ કર્યું કે તેણે 3 વર્ષ પહેલા નોકરી છોડી દીધી છે. જ્યારે પણ તે EPFO ​​ક્લેમ કરે છે, ત્યારે કોઈ કારણસર ક્લેમ રિજેક્ટ થઈ જાય છે. અન્ય એક યુઝરે લખ્યું કે તેમના દ્વારા કરવામાં આવેલા ક્લેમને ઘણા સમયથી રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે. આ રીતે અનેક લોકો સોશિયલ મીડિયામાં ક્લેમ રિજેક્ટ થવાની ફરિયાદો કરી રહ્યા છે.

 

કેમ EPFO ક્લેમ નકારી રહી છે, શું છે કારણ?

1.ખોટી માહિતી

વાસ્તવમાં, ઘણી વખત વપરાશકર્તાઓ ખોટી માહિતી ભરે છે. આ સિવાય ઘણી વખત યુઝર્સ ડોક્યુમેન્ટમાં આપેલી માહિતીથી અલગ માહિતી ભરે છે. ખોટી માહિતી ભરવાને કારણે EPFOનો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે.

2.ખોટી જન્મ તારીખ

ઘણા કિસ્સામાં એવું જાણવા મળ્યું છે કે યુઝરના ડોક્યુમેન્ટમાં આપેલી જન્મતારીખ અને ક્લેમ ભરવાના સમયે અલગ-અલગ હોય છે. આ કારણે પણ ક્લેમ રિજેક્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં, ક્લેમ ફાઇલ કરતી વખતે, તમારે EPFO ​​રેકોર્ડ્સ અને દસ્તાવેજોમાં આપેલી જન્મ તારીખ તપાસવી આવશ્યક છે.

3.KYC પ્રક્રિયા બાકી

જો તમારી KYC પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય, તો પણ ક્લેમને રિજેક્ટ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, ક્લેમ પહેલા KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. હાલમાં UAN નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવવું જરૂરી છે.

4.સંયુક્ત બેંક ખાતું

જો તમે સંયુક્ત બેંક ખાતાની વિગતો દાખલ કરો છો તો પણ EPFO ક્લેમ રિજેક્ટ કરી શકે છે. EPFO માત્ર એક જ બેંક ખાતામાં ઉપાડ કરે છે.

5. માહિતીમાં તફાવત

જો તમે ક્લેમ કરતી વખતે કોઈપણ ખોટી માહિતી ભરો છો, તો પણ તમારો ક્લેમ રિજેક્ટ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, ક્લેમ કરતા પહેલા, તમારે એકવાર તમામ માહિતી તપાસી લેવી જોઈએ.

આ પણ વાંચો: RBIએ SBIને ફટકાર્યો 2 કરોડનો દંડ, શું આનાથી ગ્રાહકોને અસર થશે?

Back to top button