કેજરીવાલને EDએ 8મું સમન્સ મોકલ્યું, આ દિવસે પૂછપરછ માટે બોલાવ્યા
- થોડા દિવસ પહેલા જ EDએ કેજરીવાલને સાતમું સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: EDએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આઠમું સમન્સ મોકલ્યું છે. EDએ કેજરીવાલને 4 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે. થોડા દિવસ પહેલા જ EDએ કેજરીવાલને સાતમી વખત સમન્સ મોકલીને પૂછપરછમાં સામેલ થવા કહ્યું હતું પરંતુ તેઓ ED ઓફિસ ગયા ન હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, “જ્યારે મામલો કોર્ટમાં છે તો ED શા માટે વારંવાર સમન્સ મોકલી રહ્યું છે. EDએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.”
The Enforcement Directorate has issued 8th summon to Delhi CM and AAP national convenor Arvind Kejriwal asking him to appear on March 4.
(file pic) pic.twitter.com/5jHYn4oDD6
— ANI (@ANI) February 27, 2024
AAPએ શું દાવો કર્યો હતો
આ સિવાય આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે, “ED આગામી 3-4 દિવસમાં દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ કરશે. તેમના પર INDI ગઠબંધનથી અલગ થવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ AAP INDI ગઠબંધનથી અલગ નહીં થાય.”
કોર્ટ આદેશ કરશે તો હું ED સમક્ષ હાજર થઈશઃ કેજરીવાલ
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમવારે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા ન હતા. કેજરીવાલે કહ્યું હતું કે, જો કોર્ટ આ અંગે આદેશ આપશે તો તેઓ ED સમક્ષ હાજર થશે. આ સાતમી વખત હતું જ્યારે કેજરીવાલ EDના સમન્સ પર તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી. ગયા અઠવાડિયે, EDએ મુખ્યપ્રધાનને તેનું સાતમું સમન્સ જારી કર્યું હતું અને તેમને પૂછપરછ માટે એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.
કોર્ટમાં 16 માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવશે
આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ સાથે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમવારે રાજઘાટ પહોંચેલા મુખ્ય પ્રધાન કેજરીવાલે આરોપ મૂક્યો હતો કે આ સમન્સએ તેના પર વિપક્ષી INDI ગઠબંધન છોડવા માટે દબાણ કરવા માટેનું “ટૂલ” છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને INDI ગઠબંધનના ઘટક પક્ષો સાથે સંબંધ તોડશે નહીં. EDએ સમન્સ પર કેજરીવાલની ગેરહાજરીને લઈને કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેના પર કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને 16 માર્ચે તેની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. AAP કન્વીનરે પ્રશ્ન ઉઠાવ્યો કે, “શું કેન્દ્ર સરકાર અને EDને કોર્ટ પર વિશ્વાસ નથી.” તેમણે કહ્યું કે, “તપાસ એજન્સીએ પોતે આ મામલે કોર્ટનો સંપર્ક કર્યો છે અને તેમણે હવે કોર્ટના આદેશની રાહ જોવી જોઈએ.”
આ પણ જુઓ: પતંજલિની જાહેરાતથી સુપ્રીમ કોર્ટેના જજ નારાજ: આ મુદ્દે લગાવી ફટકાર