ટ્રેન્ડિંગવર્લ્ડ

દીકરાને કૂતરાની જેમ પટ્ટો બાંધેલો જોઈ લોકો નારાજ, બચાવમાં મહિલાએ કહ્યું…

Text To Speech

ન્યૂ યોર્ક (અમેરિકા), 27 ફેબ્રુઆરી: પોતાના બાળક સાથે કેવું વર્તન કરો છો તેનાથી પરિવારથી લઈને સમાજ સુધી બધાને ફરક પડે છે. કેટલીકવાર તો લોકો પોતાની વાત રાખતા જરાય ખચકાટ અનુભવતા નથી. હાલમાં બાળક સાથેના વ્યવહારને લઈને એક મહિલા ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. ખરેખર વાત એમ છે કે, રશેલ બુચર નામની મહિલા તેના દીકરાને પટ્ટો બાંધીને શેરીમાં કે કોઈપણ જગ્યાએ લઈ જાય છે. જેને લઈ રશેલ પર લોકોએ સવાલો ઉઠાવવા શરૂ કરી દીધા. જો કે,  તેણે આ સમગ્ર બાબતની ચોખવટ પણ કરી છે.

બાળકને પટ્ટો બાંધી દેતા લોકો રોષે ભરાયા

રશેલ તેના દીકરાને પટ્ટો બાંધીને શેરીમાં લઈ જતા લોકો ગુસ્સે ભરાયા હતા. સોશિયલ મીડિયા પર તેના આવા જ એક વીડિયો પર ઘણા લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે. યુઝર્સે લખ્યું કે, તમે કેવી માતા છે કે પોતાના બાળકને કૂતરાની જેમ બાંધી રાખ્યું છે. બીજા એકે કહ્યું કે, શુ આવી માતા હોઈ શકે છે, બાળકને જાનવરની જેમ કેદમાં રાખે. જાતજાતની કમેન્ટ બાદ તેણે પોતાનો બચાવ કરવા વિચિત્ર કારણ પણ આપ્યું છે. છતાંય, લોકોએ કહ્યું કે, આમ તો તમે એક દિવસ બાળકને સાંકળથી બાંધી દેશો.

રશેલે પોતાના બચાવ કરતા ચોખવટ કરી

તેણે Reddit પર કહ્યું- મારું બાળક ખૂબ જ ઝડપથી દોડે છે. મારી સર્જરી થઈ હોવાથી દોડવામાં તકલીફ રહે છે. જો કે, સર્જરી પહેલા હું દરરોજ દોડતી હતી. હું જરાય આળસુ નથી. આ મારી મજબૂરી છે. આગળ કહ્યું કે, તેણે દીકરાને દત્તક લીધો છો. જે એવરેજ 21 મહિનાની બાળકની તુલનમાં વધુ એનર્જેટિક છે. દવાઓને લીધે તેનું બાળપણ પહેલેથી જ મુશ્કેલ હતું અને અમે તેના ફિઝિકલ પેરેન્ટ્સ વિશે કશું જાણતા નથી. તેણે લખ્યું કે, તેના દીકરાને કેદથી સખત નફરત છે. ભલે તે કારની સીટ હોય કે, ખુરશી. અગાઉ પણ તેના રડવાના કારણે, હું અડધી શોપિંગ છોડીને ઘરે આવી હતી કારણ કે લોકો અમારા પર અપમાનજનક ટિપ્પણી કરતા હતા.

રશેલ એક શિક્ષિકા છે, તેનું માનવું છે કે, તેમની રીત ઠીક છે અને તેમને બીજાઓથી કોઈ ફરક નથી પડતો. તેમ છતાં લોકોએ ટિપ્પણી કરવાનું ચાલું રાખ્યું. ઘણા લોકોએ તેના અનોખા વિચારને ‘ક્રૂર’ ગણાવ્યો પરંતુ ઘણાનું એમ પણ માનવું છે કે, બાળક રમતા-રમતા કંઈ ભાગી ન જાય તો આ આઈડીયા સારો છે.

આ પણ વાંચો: સાપને જ રમકડું સમજીને બાળક તેની સાથે રમવા લાગ્યું, જૂઓ વીડિયો

Back to top button