પાકિસ્તાની ડાયનાસોરે તો લોકોને મોજ પડાવી દીધી! પંજાબી ગીત પર કર્યો જુરાસિક ભાંગડા, જૂઓ વીડિયો
ઈસ્લામાબાદ (પાકિસ્તાન), 27 ફેબ્રુઆરી: ગરીબી સામે ઝઝૂમી રહેલું પાકિસ્તાન મોજ-મસ્તી કરવામાં પાછળ નથી પડતું. પાકિસ્તાનના એક ફન પાર્કમાં કેટલાક લોકો મનોરંજન માટે ડાયનાસોર ડાન્સ કરવા લાગ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક ડાયનાસોર પંજાબી ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો પાકિસ્તાનના ઈસ્લામાબાદના ડીનો વર્લ્ડનો હોવાનું કહેવાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પંજાબી ગીતો પર ડાયનાસોર જે રીતે ડાન્સ કરી રહ્યા છે તે જોઈને લોકો પણ મોજ માણી રહ્યા છે.
ડાયનાસોર ભાંગડા કરતા જોવા મળ્યા
View this post on Instagram
ખરેખર આ પાર્કમાં કામ કરતા કર્મચારીઓ ડાયનાસોરના ડ્રેસિંગમાં હતા. સ્પીકર પર પંજાબી ગીત વાગતાં જ ડાયનાસોરના પોશાક પહેરેલા વર્કર્સે ડાન્સ કરવાનું શરૂ કરી દીધું. ‘નાચ પંજાબણ’ ગીત પર ડાયનાસોરે એવી રીતે ભાંગડા કર્યો કે, કે ફન પાર્કમાં એકાએક ભીડ જામી ગઈ. તેમના ડાન્સના મૂવ્સ જોઈને ઊભેલા લોકોને એવી મજા પડી ગઈ હતી. અને તમામ વાહવાહી કરવા લાગ્યા. તો મુલાકાતે આવેલા એક શખ્સે આ ડાન્સને પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં કેદ કર્યો હતો.
વાયરલ વીડિયો પર કોમેન્ટ્સનું ઘોડાપુર
વીડિયો ઇન્ટરનેટ પર સર્કયુલેટ થયા બાદ યુઝર્સ કોમેન્ટ્સ કરવા લાગ્યા હતા. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, આ તો જુરાસિક પંજાબીવાળા ડાયનાસોર નીકળ્યા. બીજા એકે લખ્યું કે, આ ડાયનાસોર્સ સાચેમાં ભારતના જ છે. તો વધુ એકે કહ્યું કે, માનવીઓની આવી જ હરકતો જોઈને ધરતી પરથી ડાયનાસોર ગાયબ થઈ ગયા. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @imjustbesti નામના એકાઉન્ટ પરથી શેર કરાયો છે. જેને અત્યાર સુધી 33 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ પણ વાંચો: ISROના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની પહેલીવાર કોઈ વડાપ્રધાને લીધી મુલાકાત