કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

દેશ-વિદેશીઓમાં ગીર નેશનલ પાર્ક હોટ ફેવરિટ, 1.93 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Text To Speech

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી: ગીર અભયારણ્યમાં છેલ્લા એક વર્ષમાં પ્રવાસીઓનો ધરખમ વધારો જોવા મળ્યો છે. એક વર્ષની અંદર ગીર નેશનલ પાર્કની 1 લાખ 93 હજારથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી છે. આ અંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે

વિધાનસભા ખાતે ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર મુકેશભાઈ પટેલે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં આ અભયારણ્ય ખાતે 1,94,415 પ્રવાસીઓએ મુલાકાતે આવ્યા હતા. જેમાં 1,86,918 ભારતીય અને 6,497 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જે પેટે રાજ્ય સરકારને રૂ. 4,92,00,350ની આવક થઇ છે. આ આવકનો ખર્ચ સિંહોના સંરક્ષણ, સંવર્ધન, બચાવ રાહત અને પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવે છે.

Source: Gujarat Tourism

પ્રવાસીઓ આવી રીતે કરાવી શકે છે બુકિંગ

અભયારણ્યની મુલાકાતના બુકિંગ માટેના એક પૂર્વ પ્રશ્નના જવાબમાં ઉમેર્યું કે, પ્રવાસીઓએ મુલાકાત માટે www.girlion.gujarat.gov.in વેબસાઈટ પર ઑનલાઇન બુકિંગ કરવાનું હોય છે. આ બુકિંગમાં જો ભૂલ થાય તો એ માટે પ્રવાસીઓને રકમ પરત કરવામાં આવે છે. જેમાં મુલાકાત તારીખથી 10 દિવસ પહેલા મુલાકાતથી બુકિંગ કેન્સલ કરાવે તો 75% રકમ, 5 દિવસ પહેલા કેન્સલ કરાવે તો 50% રકમ, 2 દિવસ પહેલા કેન્સલ કરાવે તો 25% રકમ પરત કરવામાં આવે છે. છેલ્લી ઘડીએ મુલાકાતે બુકીંગ કેન્સલ કરવામાં રકમ પરત કરવામાં આવતી નથી.

આ પણ વાંચો: કાશ્મીર/ ગુલમર્ગમાં હિમપ્રપાત, ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા; 1 પ્રવાસીનું મૃત્યુ

Back to top button