ટ્રેન્ડિંગફન કોર્નરલાઈફસ્ટાઈલવર્લ્ડવિશેષવીડિયો સ્ટોરી

આ અભણ મહિલાઓ નિવૃત્તિની ઉંમરે બની રૅપર, લોકો તેમને સાંભળવા આતુર

Text To Speech

સાઉથ કોરિયા, 27  ફેબ્રુઆરી : નિવૃત્તિની ઉંમરે લોકો ઘણીવાર ઘરે આરામ કરે છે. પરંતુ ઉત્તર ગ્યોંગસાંગ પ્રાંતમાં રહેતા 7-8 દાદીઓ આ ઉંમરે રૅપર બની ગયા છે. આટલું જ નહીં તેના ગ્રુપને દુનિયાભરમાં એક નવી ઓળખ મળી છે.

દુનિયામાં એવા ઘણા લોકો છે જે દરેક ઉંમરે કંઈક અલગ કરતા હોય છે. પરંતુ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નિવૃત્તિની ઉંમરે લોકો તેમના ઘરમાં આરામ કરે છે. પરંતુ આજે અમે તમને એવી કેટલીક મહિલાઓ વિશે જણાવીશું જેમણે ક્યારેય અભ્યાસ કર્યો નથી. પરંતુ હવે નિવૃત્તિની ઉંમરે તે દાદી રૅપર બની ગયા છે. જી હાં, આ સાંભળીને થોડું આશ્ચર્ય થશે, પરંતુ આ સત્ય છે.

દાદી બની ગયા રૅપર

ઉત્તર ગ્યોંગસાંગ પ્રાંતમાં રહેતા 7-8 દાદીઓએ પોતાનું ગ્રુપ શરૂ કર્યું છે. આ તમામ દાદીઓની ઉંમર 70 થી 80 વર્ષની આસપાસ છે. મળતી માહિતી મુજબ વર્ષ 2016માં આ મહિલાઓએ સાઉથ કોરિયન સ્ક્રિપ્ટ વાંચીને રૅપ કરવાનું શીખી લીધું હતું. હવે આ મહિલાઓ બેગી ડ્રેસ પહેરે છે અને એવું પરફોર્મન્સ આપે છે કે લોકો તેને સાંભળવા માટે રોકાઈ જાય છે. આટલું જ નહીં, હવે મોટાભાગના લોકો તેના ગ્રુપને ઓળખવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ દેશ-વિદેશના લોકો પણ આ મહિલાઓના વખાણ કરી રહ્યા છે.

આ ગ્રુપનું નેતૃત્વ કરનાર મહિલાની ઉંમર લગભગ 81 વર્ષ છે. આ મહિલાઓના વીડિયો હવે ઈન્ટરનેટ પર ખૂબ જ લોકપ્રિય બની ગયા છે. તેમના ગ્રુપનું નામ સુની એન્ડ ધ સેવેન પ્રિન્સેસિસ છે. તેમના ગીતોમાં ગ્રામીણ જીવન અને ખેતીને લગતા વિષયો હોઈ છે. તેમણે અગાઉ શાળાના એક નાટકમાં અભિનય કર્યો હતો. લોકો તેના શાનદાર ડ્યૂડ સ્ટાઈલના કપડાં અને ફની રીતને પસંદ કરે છે. એટલું જ નહીં આ મહિલાઓ એટલી લોકપ્રિય છે કે તેમને ટીવી શોમાં પણ બોલાવવામાં આવે છે.

પહેલા કરતાં વધુ યંગ

રૅપ કરતી આ મહિલાઓનું કહેવું છે કે આ કામને કારણે તેઓ ખુદને પહેલા કરતાં વધુ યંગ અનુભવે છે. એટલું જ નહીં, ધીમે ધીમે વધુ મહિલાઓ પણ આ ગ્રુપમાં જોડાવા પ્રયાસ કરી રહી છે. નિવૃત્તિની આ ઉંમરે, આ મહિલાઓને રૅપ દ્વારા દરરોજ કંઈક નવું કરવા મળે છે અને રૅપ દ્વારા અન્ય લોકોને તેમની વાર્તાઓ પણ જણાવે છે.

આ પણ વાંચો : ભારતીય યુવકે બનાવ્યું વિશ્વનું સૌથી નાનું વોશિંગ મશીન, ગિનિસ બુકમાં નોંધાયું નામ, જુઓ વીડિયો

Back to top button