ગઢચિરોલીમાંથી 6 લાખની ઈનામી માઓવાદી ‘રાજેશ્વરી’ની ધરપકડ, પોલીસે કર્યા અનેક ખુલાસા
ગઢચિરોલી, 26 ફેબ્રુઆરી : મહારાષ્ટ્ર પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે ગઢચિરોલીમાં(Gadchiroli) એક મહિલા માઓવાદીની(Maoist) ધરપકડ કરી છે જેના પર 6 લાખ રૂપિયાનું ઈનામ છે. મહારાષ્ટ્ર સરકારે મહિલા માઓવાદી પર 6 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. માઓવાદીઓ ફેબ્રુઆરી મહિનામાં તેમનો TCOC પીરિયડ ઉજવે છે. આ સમયગાળા દરમિયાન માઓવાદીઓ વારંવાર સરકારી મિલકત અથવા પોલીસ દળો પર હુમલો કરે છે. જો કે આ સમયગાળા દરમિયાન ગઢચિરોલી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે જાહલ મહિલા માઓવાદી રાજેશ્વરી ઉર્ફે કમલા પડગા ગોટાની ધરપકડ કરી છે, જેના પર 6 લાખ રૂપિયાનું ઈનામ છે.
નાટ્ય મંચના સભ્ય તરીકે જોડાઈને માઓવાદી ચળવળમાં સક્રિય થઈ
પોલીસે ધરપકડ કરાયેલ મહિલા માઓવાદી સભ્ય રાજેશ્વરી વિશે માહિતી આપી છે. પોલીસે જણાવ્યું કે રાજેશ્વરી ઉર્ફે કમલા પડગા ગોટા 2006માં ચેતના નાટ્ય મંચના સભ્ય તરીકે જોડાઈને માઓવાદી ચળવળમાં સક્રિય થઈ હતી. આ પછી, 2010-2011માં, ચેતના નાટ્ય મંચમાં ડેપ્યુટી કમાન્ડરના પદ પર બઢતી આપવામાં આવી. તેણીને 2016 માં ફરસેગઢ દલમમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને 2019 સુધી તેમાં સભ્ય તરીકે સેવા આપી હતી. વર્ષ 2019 માં જ, છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ટોયનાર પોલીસ સ્ટેશને જંગલ વિસ્તારમાં પોલીસ પાર્ટી સાથેના એન્કાઉન્ટરના(Encounter) સંબંધમાં ફોજદારી ફરિયાદમાં મહિલા માઓવાદી રાજેશ્વરી ઉર્ફે કમલા પડગા ગોટાની ધરપકડ કરી હતી. આ પછી, 2020 માં જેલમાંથી છૂટ્યા પછી, 2023 સુધી, તે ટેલર ટીમ દંડકારણ્ય વિશેષ ઝોનલ સમિતિ હેઠળ ASIM (એરિયા કમિટી મેમ્બર) તરીકે કામ કરી રહી હતી.
આ ગુનાઓમાં સંડોવાયેલ છે
પોલીસે આ માઓવાદીના કાર્યકાળ દરમિયાન થયેલા ગુનાઓની માહિતી પણ આપી છે. પોલીસે જણાવ્યું કે આ મહિલા માઓવાદી અત્યાર સુધીમાં 04 એન્કાઉન્ટરમાં સામેલ થઈ ચુકી છે. 2016માં પહેલીવાર તે છત્તીસગઢના મૌજા કરરેમાર્કાના જંગલ વિસ્તારમાં પોલીસ સાથે એન્કાઉન્ટરમાં સામેલ થઇ હતી. 2016માં જ તે છત્તીસગઢના મૌજા મારેવાડા જંગલ વિસ્તારમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં સામેલ હતી. આ સિવાય વર્ષ 2019માં છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સ્થિત મૌજા કાચલારામ જંગલ વિસ્તારમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં પણ સામેલ હતી. ત્યારબાદ વર્ષ 2023માં ગઢચિરોલીના મૌઝા કેદામારા જંગલ વિસ્તારમાં ગઢચિરોલી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં પણ તેની સંડોવણીની પુષ્ટિ થઈ છે.