ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

Paytm હાલ RBI સાથે કામ કરી રહ્યું હોવાની SEBIના ભૂતપૂર્વ ચેરમેનની સ્પષ્ટતા

Text To Speech

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ પેટીએમ બેન્ક પર પ્રતિબંધ મૂકવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. અગાઉ છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી 2024 હતી, જે વધારીને 15 માર્ચ કરવામાં આવી છે. મહત્ત્વનું છે RBIએ 31 જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટ બેન્ક પર કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી બાદ Paytmના માલિક One97 Communicationsએ એક સલાહકાર સમિતિની રચના કરી છે.

આ સમિતિના વડા SEBIના ભૂતપૂર્વ ચેરમેન એમ. દામોદરનની પસંદગી કરવામાં આવી છે. એમ. દામોદરને કહ્યું કે, ‘અમે સલાહકાર સમિતિના સંદર્ભની શરતોને લગતી બાબતો પર જૂથ સાથે વાતચીત કરી રહ્યા છીએ. પેનલના સભ્યો બાહ્ય સલાહકાર છે અને Paytm હાલ RBI સાથે કામ કરી રહ્યું છે.’

Paytm એ 9 ફેબ્રુઆરીના રોજ દામોદરનની અધ્યક્ષતામાં જૂથ સલાહકાર સમિતિની સ્થાપનાની જાહેરાત કરી હતી. કંપનીએ અનુપાલનને મજબૂત કરવા અને કંપનીને નિયમનકારી બાબતો પર સલાહ આપવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના ભૂતપૂર્વ પ્રમુખ એમ.એમ ચિતાલે અને આંધ્ર બેન્કના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર રામચંદ્રનનો પણ સમાવેશ થાય છે.

રિઝર્વ બેંકે શુક્રવારે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ને કોઈપણ અનિયમિતતા અટકાવવા માટે UPI હેન્ડલ ‘@paytm’ નો ઉપયોગ કરીને Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકોને 4-5 અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરવાની શક્યતા ચકાસવા કહ્યું હતું.

આ પણ વાંચો: બેંકના કામે જઈ રહ્યા છો તો આ જોઈ લેજો લિસ્ટ, માર્ચમાં કુલ 14 દિવસ બંધ રહેશે બેંક

Back to top button