દેશના સૌથી મોટા ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે ફરી એકવાર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી શકે છે. ED સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, એજન્સી હવે અભિનેત્રી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે. EDએ જેકલીન વિરૂદ્ધ મળેલા પુરાવાઓની સમીક્ષા કરી છે, ત્યારબાદ તેની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી શકાય છે. અગાઉ EDએ પણ આ જ કેસમાં જેકલીનની પૂછપરછ કરી હતી. આ સાથે તેમની કરોડોની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી.
કરોડોની ભેટ આપવાનો મામલો
આ મામલો તિહાર જેલમાંથી 200 કરોડની ખંડણીનો છે. જેમાં જેકલીનનું નામ પણ સામેલ હતું. જેકલીન પર સુકેશ પાસેથી કરોડોની મોંઘી ભેટ લેવાનો આરોપ છે. EDનો આરોપ છે કે જેકલીનના માતા-પિતાને મોંઘી કાર આપવામાં આવી હતી અને તેના ભાઈ-બહેનોને પણ ભેટ આપવામાં આવી હતી. જેક્લિને પોતે પણ સ્વીકાર્યું છે કે તેને અને તેના પરિવારને ગિફ્ટ્સ મળ્યા હતા.
કથિત ભેટમાં ગુના આચર્યા બાદ વસૂલાયેલી રકમ બહેરીન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી હતી. આ અલગ-અલગ ભેટમાં મોંઘી કાર અને ડોલરમાં રૂપિયાનો પણ સમાવેશ થાય છે. સુકેશ ચંદ્રશેખરે પણ ED સમક્ષ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેણે જેકલીનને કઈ-કઈ ભેટ આપી હતી. આ દરમિયાન જેકલીન અને સુકેશ ચંદ્રશેખરની એક તસવીર પણ સામે આવી હતી, જેમાં બંને ખૂબ જ નજીક દેખાઈ રહ્યા હતા.
જેકલીનને કીમતી ચીજવસ્તુઓ પહોંચાડનાર પિંકી ઈરાનીએ પણ EDની સમક્ષ આ બધું કબૂલ્યું છે. ED દ્વારા આ કેસ સાથે સંબંધિત તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી છે, ત્યારબાદ પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ ચાર્જશીટ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ચાર્જશીટ જલ્દી તૈયાર થઈ શકે છે.
જણાવી દઈએ કે આ જ કેસમાં EDએ અભિનેત્રી નોરા ફતેહીને પણ સાક્ષી બનાવી હતી, જ્યારે જેકલીને તેના વિદેશ જવા પર લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો. આ પછી જેકલીન કોર્ટની પરવાનગીથી જ બહાર જઈ શકી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ED પાસે જેકલીન વિરુદ્ધ નિવેદનોની લાંબી યાદી છે, જે સાબિત કરે છે કે કેવી રીતે જેકલીન અને તેના પરિવારને ગુનાહિત પ્રવૃતિઓ આચર્યા બાદ મેળવેલી રકમમાંથી રૂપિયા આપવામાં આવતા હતા અને આ રૂપિયાથી જેકલીનને ફ્રી પ્રાઈવેટ એર ટ્રાવેલિંગ અને મોંઘી હોટલમાં એન્જોય કરતી હતી.