સીએમ હિમંતા બિસ્વાએ વિધાનસભામાં બાળ લગ્નને લઈને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
- જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું આસામમાં બાળ લગ્ન નહીં થવા દઉં: સીએમ હિમંતા બિસ્વા સરમા
આસામ, 26 ફેબ્રુઆરી: આસામમાં મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાના કાયદાને રદ્દ કર્યા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. આ રાજકીય સંઘર્ષની ચિનગારી આજે રાજ્યની વિધાનસભા સુધી પણ પહોંચી હતી. વિપક્ષે આ મુદ્દો વિધાનસભાના ગૃહમાં ઉઠાવ્યો હતો. આ મામલે ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ ગુસ્સે થયા હતા. તેમણે ગૃહમાં કહ્યું કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું રાજ્યમાં બાળ લગ્ન નહીં થવા દઉં.
આ દુકાનો સંપૂર્ણ બંધ કરીને જ મને શાંતિ મળશે: મુખ્યમંત્રી
આસામ સીએમએ કહ્યું, “મુસ્લિમ દીકરીઓને બરબાદ કરવા અને શોષણ કરવા માટે કેટલાક લોકોએ દુકાનો ખોલી છે. પરંતુ હવે એવું નહીં થાય. હું આ દુકાનોને સંપૂર્ણપણે બંધ કરીને જ જંપીશ.” તેમણે કહ્યું કે મારી વાત ધ્યાનથી સાંભળો, “જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી આસામમાં બાળ લગ્ન નહીં થવા દઉં. હું તમને રાજકીય રીતે પડકાર આપું છું, હું આ દુકાન 2026 પહેલા બંધ કરી દઈશ.”
कांग्रेस के लोग सुन लें, जब तक मैं, हिमंत बिस्वा सरमा ज़िंदा हूं, तब तक असम में छोटी बच्चियों का विवाह नहीं होने दूँगा। आप लोगों ने मुस्लिम समुदाय की बेटियों को बर्बाद करने की जो दुकान खोली है उन्हें पूरी तरह से बंद किए बिना हम चैन से नहीं बैठेंगे। pic.twitter.com/3yXLi4C23o
— Himanta Biswa Sarma (@himantabiswa) February 26, 2024
કાયદો તાજેતરમાં રદ થયો
આસામ સરકારે રાજ્યમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટ, 1935ને રદ્દ કરી દીધો છે. આ કાયદામાં મુસ્લિમ લગ્નો અને છૂટાછેડાની સ્વૈચ્છિક નોંધણીની જોગવાઈ કરવામાં આવી હતી અને સરકારને આવી નોંધણી માટેની અરજી પર મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી કરવા માટે મુસ્લિમ વ્યક્તિને અધિકૃત કરતું લાઇસન્સ આપવાની જરૂર હતી. સરકારના આ પગલા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ટૂંક સમયમાં UCC માટે પણ પગલાં લઈ શકે છે.
આ પણ વાંચો: આસામમાં મુસ્લિમ નિકાહ અને તલાકનો કાયદો રદ્દ: UCC તરફ રાજ્ય સરકારનું એક કદમ
આ પણ વાંચો: પીએમ મોદી અને મારી કામગીરીની સ્ટાઈલમાં સમાનતાઃ અજિત પવાર