40ની ઉંમર પહેલાં વાળ સફેદ કેમ થાય છે? આ રહ્યાં કારણો
- જ્યારે વાળમાં પિગ્મેન્ટ સેલ્સ પર્યાપ્ત મેલેનિનનું ઉત્પાદન કરતા નથી, ત્યારે વાળ સફેદ થવા લાગે છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.
40 વર્ષની ઉંમરે વાળ સફેદ થવાની શરૂઆત થવી તે સામાન્ય છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ તેમ વાળ સફેદ થવા લાગે છે. ઘણી બાબતોમાં આ બાબત જિનેટિક સાથે જોડાયેલું હોઈ શકે છે, પરંતુ અનેક વખત તેનું કારણ પોષક તત્વોની કમી પણ હોઈ શકે છે.
જ્યારે વાળમાં પિગ્મેન્ટ સેલ્સ પર્યાપ્ત મેલેનિનનું ઉત્પાદન કરતા નથી, ત્યારે વાળ સફેદ થવા લાગે છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. તેમાં સ્ટ્રેસ, હોર્મોનલ પરિવર્તન અને વિટિલિગો નામનો સ્કીન ડિસીસ પણ સામેલ છે. જાણો એવી કઈ બાબતો છે જેના કારણે વાળ સફેદ થવા લાગે છે.
વિટામિન્સની કમી
વાળના વિકાસની સાથે તેનો કુદરતી રંગ જળવાઈ રહે તે માટે પોષણની જરૂર હોય છે. જો આપણા શરીરમાં પોષક તત્વોની કમી થાય તો વાળ સફેદ થવા લાગે છે. ઘણા પ્રકારના વિટામીન્સ અને ખનીજતત્વોની કમી જેમ કે વિટામીન બી 12, આયરન, કોપર અને ઝિંકની કમી વાળ સફેદ થવાનું કારણ બને છે. આ પોષક તત્વો મેલેનિન ઉત્પાદન અને વાળના રોમ છિદ્રોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
હોર્મોન્સ પરિવર્તન
શરીરમાં હોર્મોનલ પરિવર્તન ખાસ કરીને ગર્ભાવસ્થા કે મેનોપોઝ દરમિયાન વાળનો રંગ પ્રભાવિત થવા લાગે છે. મેલાનોસાઈટ સ્ટિમુલેટિંગ હોર્મોન (એમએસએચ) અને કોર્ટિસોલ જેવા હોર્મોનમાં ઉતાર-ચઢાવ અને અસંતુલન સફેદ વાળની સમસ્યા વધારી શકે છે.
સ્ટ્રેસ
લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી સ્ટ્રેસ હોર્મોનનો સ્ત્રાવ થવા લાગે છે. તે લાંબા સમય સુધી વાળના રંગ સહિત શરીરના અનેક કાર્યોને પ્રભાવિત કરે છે. લાંબા સમય સુધી તણાવ રહેવાથી મેલાનોસાઈટ્સની કમીને વધારે છે, જેના કારણે વાળ સફેદ થવા લાગે છે.
ધૂમ્રપાન
ધૂમ્રપાન વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલું છે. તે અનેક બીમારીઓનું કારણ બની શકે છે. તેમાં એક સમસ્યા સફેદ વાળ પણ છે. તે શરીરમાં હાનિકારક વિષાક્ત પદાર્થોને વધારે છે.
આ પણ વાંચોઃ કેદારનાથ ગુફા, લક્ષદ્વીપ અને હવે દ્વારકા: PM મોદીની મુલાકાતથી આ સ્થળો બન્યાં સુપ્રસિદ્ધ