આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મવર્લ્ડવીડિયો સ્ટોરી

પાકિસ્તાનમાં એક મહિલા મોબલિંચિંગથી માંડમાંડ બચી, જાણો શું થયું?

  • પાકિસ્તાનમાં મહિલાના કપડાં જોઈ ટોળાએ કર્યું શરમજનક કૃત્ય, મચાવ્યો હંગામો

લાહોર, 26 ફેબ્રુઆરી: પાકિસ્તાનમાં લોકશાહી પહેલેથી જ તૂટી રહી છે. અહીં સામાન્ય માણસના અધિકારની વાત કરવી અર્થહીન છે. પહેરવેશ, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પણ સમાજની સ્થિતિ ખરાબ છે. ત્યારે ડ્રેસ સંબંધિત આવો જ એક કિસ્સો બન્યો છે. લાહોરમાં એક મહિલાને તેના ડ્રેસના કારણે ભીડના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો કારણ કે મહિલાએ જે અરબી પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો તેણે પાકિસ્તાનના લોકોએ કુરાનની આયતો સમજી લીધી હતી. પોતાની ભૂલ ન હોવા છતાં મહિલાએ માફી માંગવી પડી હતી. મહિલાની કુર્તી જોઈને ભીડ ગુસ્સે થઈ ગઈ હતી. સદનસીબે મહિલાની મદદ માટે પોલીસ યોગ્ય સમયે પહોંચી ગઈ હતી. પોલીસે મહિલાને સુરક્ષા પૂરી પાડી હતી.

મળતી માહિતી મુજબ, લાહોરમાં એક મહિલાને ડ્રેસ પહેરવો ભારે પડ્યો હતો. તે મહિલાએ વિચાર્યું પણ નહીં હોય કે તેના ડ્રેસને કારણે તેણીને પોલીસ સ્ટેશન જવું પડશે. ખરેખર, ખરીદી કરવા ગયેલી એક મહિલા મોબ લિંચિંગનો શિકાર બની હતી.

ઘટના વિશે વિગતવાર જાણો?

ટોળાએ અહીં બેઠેલી એક મહિલાને ઘેરી લીધી હતી અને તેને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ મહિલા લાહોરના આચરા બજારની એક હોટલમાં ભોજન માટે આવી હતી. તે મહિલાના ડ્રેસ પર અરબી ભાષામાં પ્રિન્ટ હતી. ત્યાં હાજર કેટલાક લોકોએ તેને કુરાનની આયત સમજી અને તેના પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો હતો.

પછી શું, થોડી જ વારમાં ત્યાં મોટી ભીડ એકઠી થઈ ગઈ અને આ ભીડે મહિલાને ચારે બાજુથી ઘેરી લીધી. જેના કારણે મહિલા ડરી ગઈ હતી. લોકોએ મહિલા પર ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. મહિલાનું સદભાગ્ય એ હતું કે, તે વિસ્તારના પોલીસ અધિકારી ASP સૈયદા શાહરાબાનો નકવી સમયસર ત્યાં પહોંચી ગયા અને મહિલાને ભીડમાંથી બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા. જેના કારણે કોઇ અનિચ્છનીય બનાવ બનતો અટકી ગયો.

મહિલાની કોઈ ભૂલ ન હોવા છતાં પણ માફી માંગવી પડી, શું તે યોગ્ય છે ?

જો કે, ભૂલ ન હોવા છતાં પણ મહિલાએ આ ઘટના માટે માફી માંગી લીધી હતી. ઓનલાઈન શેર કરાયેલા વીડિયોમાં મહિલા કહેતી સંભળાતી હતી કે, ‘મને આ કુર્તી પસંદ આવી તેથી મેં તેને ખરીદી. મે વિચાર્યું ન હતું કે લોકો આવું વિચારશે. કુરાનનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. હું આ ઘટના માટે માફી માંગુ છું.”

પંજાબ પોલીસે મહિલા પોલીસ અધિકારીની કરી પ્રશંસા

આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પંજાબ પોલીસ દ્વારા પોસ્ટ કરી આ બહાદુરીભર્યા કાર્ય માટે મહિલા પોલીસ અધિકારીને બહાદુરી પુરસ્કાર આપવા માટે ભલામણ કરવામાં આવી છે.

ટોળાએ મહિલાને કુર્તી ઉતારવા પણ કહ્યું!

દરમિયાન, આ ઘટના વિશે વાત કરતા મહિલા પોલીસ અધિકારીએ અન્ય એક વીડિયોમાં કહ્યું કે, ‘મહિલા તેના પતિ સાથે ખરીદી કરવા ગઈ હતી. તેણે કુર્તી પહેરી હતી જેના પર કેટલાક શબ્દો લખેલા હતા. જ્યારે કેટલાક લોકોએ આ કુર્તીને જોઈ તો તેઓએ અરબી ભાષામાં લખેલી પ્રિન્ટને કારણે મહિલાને કુર્તી ઉતારવા પણ કહ્યું હતું. જેના કારણે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.

મોબ લિંચિંગ દેશ માટે હાનિકારક: યુઝર

વીડિયો શેર કરતાં એક વ્યક્તિએ કહ્યું કે, “લાહોરમાં વધુ એક ડ્રામા. મહિલા લોકો દ્વારા ઘેરાયેલી હતી કારણ કે તેના કપડાં પર અરબીમાં લખાણ હતું, કેટલાક કુરાનની આયતો કહે છે. હકીકતમાં, તેવું ન હતું. આ ફક્ત સરળ અરબી શબ્દો છે જે ધર્મ વિશે નથી. તેના પર જે પણ લખ્યું છે તેનો અર્થ સુંદર છે. આ એક અરબી શબ્દ છે. દેશભરમાં ધાર્મિક કાર્ડ રમવાનું ચલણ વધી રહ્યું છે. મોબ લિંચિંગ દેશને ગળી રહ્યો છે. સવાલ એ છે કે આવી બાબતોને પ્રોત્સાહન કોણ આપે છે.”

આ પણ જુઓ: VIDEO: દેશની સૌપ્રથમ ડ્રાઈવર વિનાની ગુડ્સ ટ્રેન! લગભગ 83 કિ.મી.નું અંતર કાપ્યું

Back to top button