ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી
બેંકના કામે જઈ રહ્યા છો તો આ જોઈ લેજો લિસ્ટ, માર્ચમાં કુલ 14 દિવસ બંધ રહેશે બેંક
- માર્ચ 2024 માં કુલ 14 દિવસ બંધ રહેશે બેંક, 25 માર્ચે હોળીના કારણે સમગ્ર દેશમાં લગભગ બેંકો બંધ રહેશે
HD ન્યૂઝ ડેસ્ક, 25 ફેબ્રુઆરી: આ આધુનિક યુગમાં, મોટાભાગનું બેંકિંગ કામ ઓનલાઈન થાય છે. પરંતુ હજુ એવા ઘણા કામો છે જેના માટે બેંકની શાખામાં જવું જ પડે છે. જેમ કે બેંકમાંથી લોન લેવી વગેરે ઘણા કામ છે. પરંતુ જો તમે તમારો કિંમતી સમય કાઢીને બેંકની શાખામાં જાવ અને બેંક બંધ જોવા મળે તો તમારો કિંમતી સમય બગડે છે. આ અસુવિધા ટાળવા માટે, બેંકની રજાઓનું લિસ્ટ તપાસ્યા પછી બેંક શાખામાં જાઓ. દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકમાં રજા હોય છે. આ સિવાય અલગ અલગ ઝોનમાં બીજી ઘણી રજાઓ હોય છે. માર્ચ મહિનામાં વિવિધ ઝોનમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. ચાલો જાણીએ કે માર્ચ 2024માં બેંક કઈ તારીખે બંધ રહેશે.
માર્ચમાં કુલ 14 દિવસ બેંક બંધ રહેશે, નીચે આપેલી તારીખે બેંક બંધ રહેશે:
- 1 માર્ચ, 2024: મિઝોરમમાં છપચાર કુટ તહેવારને કારણે બેંકો બંધ રહેશે.
- 3 માર્ચ, 2024: રવિવારના કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
- 8 માર્ચ 2024: મહાશિવરાત્રિના કારણે, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, જમ્મુ, ઉત્તર પ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, સિમલાની બેંકોમાં રજા રહેશે.
- 9 માર્ચ 2024: બીજા શનિવારના કારણે આ દિવસે બેંકમાં રજા રહેશે.
- 10 માર્ચ, 2024: રવિવારના કારણે બેંકમાં રજા રહેશે.
- 17 માર્ચ 2024: રવિવારના કારણે બેંકમાં રજા રહેશે.
- 22 માર્ચ 2024: બિહાર દિવસના કારણે બિહારમાં બેંકોમાં રજા રહેશે.
- 23 માર્ચ 2024: ચોથા શનિવારને કારણે બેંકમાં રજા રહેશે.
- 24 માર્ચ 2024: રવિવારના કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
- 25 માર્ચ 2024: હોળીના કારણે, બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ઈમ્ફાલ, કોચી, કોહિમા, પણજી, શ્રીનગર અને કેરળ ઝોન સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
- 26 માર્ચ 2024: હોળીના કારણે ભુવનેશ્વર, ઈમ્ફાલ, પણજીમાં બેંક રજા રહેશે.
- 27 માર્ચ 2024: બિહારમાં હોળીના કારણે બેંકો બંધ રહેશે.
- 29 માર્ચ 2024: ગુડ ફ્રાઈડેના કારણે, શ્રીનગર, શિમલા, જમ્મુ, જયપુર, ગુવાહાટી અને અગરતલા ઝોન સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
- 31 માર્ચ 2024: રવિવારના કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
આ પણ વાંચો: અયોધ્યા જવાનું વિચારો છો? જો હા, તો આ સમાચાર એકવાર જરુર વાંચી લેજો, નહીંતર છેતરાશો