ટ્રેન્ડિંગમનોરંજન

‘મારામાં શું ખામી હતી?’ આમિર ખાને છૂટાછેડા બાદ કિરણ રાવને પૂછ્યો સવાલ

Text To Speech

મુંબઈ, 25 ફેબ્રુઆરી : બોલિવૂડ એક્ટર આમિર ખાન અને તેની પૂર્વ પત્ની કિરણ રાવ આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને લઈને ચર્ચામાં છે. બંને પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ આમિર ખાને કિરણ રાવથી છૂટાછેડા અંગે ખુલીને વાત કરી હતી. આમિરે કહ્યું કે છૂટાછેડા પછી તેણે કિરણને પૂછ્યું હતું કે તેનામાં શું ખામી છે? તે ભવિષ્યમાં વધુ સારું કેવી રીતે કરી શકે? આના પર કિરણ રાવે તેને એવા મુદ્દા ગણાવ્યા હતા, જે સાંભળીને આમિર ચોંકી ગયો હતો.

આમિર ખાને કિરણ રાવને એક સવાલ પૂછ્યો હતો

આમિર ખાને તાજેતરમાં જ એબીપીના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટમાં પોતાના છૂટાછેડા વિશે ખુલીને વાત કરી અને કહ્યું, ‘તે એક રમુજી વાત છે. તમે બધા જાણતા જ હશો કે અમારા હમણાં જ છૂટાછેડા થયા છે. એક દિવસ હું સાંજે બેઠો હતો, મેં કીરણને પૂછ્યું, ‘પતિ તરીકે મારામાં શું ખામી હતી? હું મારામાં શું સુધારી શકું?’

આમિર ખાને આગળ કહ્યું કે, મારા પૂછતાં જ કિરણ તેની યાદી સાથે તૈયાર થઈ ગઈ. આ પછી કિરણે કહ્યું, ‘હા લખો… અને મને લાઈનસર લખેલાં અનેક મુદ્દા જોવા મળ્યા… જેમ કે, તમે ઘણી વાતો કરો છો…. તમે કોઈને વાત કરવા દેતા નથી… પોતાની વાત પર વળગી રહો છો… અને મેં લગભગ 15-20 મુદ્દા લખ્યા છે.’ ઉલ્લેખનીય છે કે, આમિર ખાને કિરણ રાવ સાથે વર્ષ 2005માં બીજા લગ્ન કર્યા હતા, બંનેને એક પુત્ર આઝાદ છે. બંને વર્ષ 2021માં અલગ થઈ ગયા હતા.

તાજેતરમાં જ્યારે આમિર ખાનને પૂછવામાં આવ્યું કે છૂટાછેડા પછી પણ તે કિરણ રાવ સાથે કેવી રીતે કામ કરી રહ્યો છે. આના પર અભિનેતાએ જવાબ આપ્યો, ‘શું કોઈ ડૉક્ટરે કહ્યું છે કે જો તમે છૂટાછેડા લઈ લો, તો તમે તરત જ દુશ્મન બની જાઓ છો? હું મારી જાતને નસીબદાર માનું છું કે કિરણ રાવ મારા જીવનમાં આવી અને તેની સાથેની સફર અદ્ભુત હતી.’ કિરણે કહ્યું હતું કે તેઓ એકબીજા સાથે કામ કરવાનો આનંદ માણે છે. છૂટાછેડા પછી બંનેએ ફિલ્મ ‘લપતા લેડીઝ’માં સાથે કામ કર્યું છે.

Back to top button