ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટને ધોની વિશે એવું તો શું કહ્યું કે સોશિયલ મીડિયામાં વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 25 ફેબ્રુઆરી: પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની) વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં, આ વીડિયો એક ટીવી શો દરમિયાન એન્કર સાથેની વાતચીતનો છે, જેમાં મિસ્બાહ પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી એમએસ ધોનીની પ્રતિભા વિશે વાત કરી રહ્યા હતા.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટનનું ઉદાહરણ આપતા મિસ્બાહે કહ્યું કે, ‘ધોની એક એવો ખેલાડી હતો જે પાર્ટ-ટાઇમ બોલરોનો પણ એટલો સારો ઉપયોગ કરતા હતા કે કેટલાક કેપ્ટન તેમના ફૂટ-ટાઇમ બોલરોનો પણ ઉપયોગ કરી શકતા નથી.’ એન્કરે તરત જ કહ્યું, “તમારાથી વધુ કોણ જાણતું હશે આ”

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

ધોનીએ ભારતને પહેલો T20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો

પાકિસ્તાન સામે 2007માં T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ધોનીનો માસ્ટરસ્ટ્રોક હતો, જેણે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કમનસીબે મિસ્બાહને ધોનીની પ્રતિભાનો શિકાર બનવું પડ્યું. ધોનીની કેપ્ટનશિપને આખી દુનિયાએ ઓળખી છે. ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમે જોહાનિસબર્ગમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ રનથી હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

આ પણ વાંચો: અમ્પાયર્સ કોલ વિવાદોથી ઘેરાયેલો છે, તેમ છતાં કેમ નથી બદલાઈ રહ્યા નિયમો? જાણો મોટું કારણ

Back to top button