‘મારી હત્યા કરાવી શકે છે ‘: મરાઠા આરક્ષણનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેનો દેવેન્દ્ર ફડણવીસ આરોપ
મુંબઈ, 25 ફેબ્રુઆરી : મરાઠા સમુદાય માટે આરક્ષણ માટે આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગે(Manoj Jarange) રવિવારે કહ્યું કે તેઓ મુંબઈમાં કૂચ કરશે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના(Devendra Fadnavis) ઘરની બહાર વિરોધ કરશે. જરાંગે ભાજપના વરિષ્ઠ નેતા ફડણવીસ પર તેમની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જરાંગે જાલના જિલ્લાના અંતરવાલી સરતી ખાતે તેમના એક કલાકથી વધુ લાંબા ભાષણના અંતે આ જાહેરાત કરી હતી. તેમણે ફડણવીસ પર બીજા પણ અનેક આરોપો લગાવ્યા હતા.
ફડણવીસના નિવાસસ્થાને કૂચ કરશે
જરાંગે કહ્યું, “કેટલાક લોકો પર મારી સામે ખોટા આરોપો લગાવવા માટે લાલચ આપીને દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ષડયંત્ર પાછળ ફડણવીસનો હાથ છે. હું અત્યારે સાગર બંગલો (મુંબઈના મલબાર હિલમાં ફડણવીસનું સત્તાવાર નિવાસસ્થાન) તરફ કૂચ કરવા તૈયાર છું.” તેમની જાહેરાતથી સભા સ્થળ પર અરાજકતા સર્જાઈ હતી, સભામાં જરાંગેના સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જોકે તેમાંથી કેટલાકે માઇક્રોફોન છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. જરાંગેએ કહ્યું કે તે મુંબઈમાં એકલો કૂચ કરશે અને તેને બધા લોકોના સમર્થનની જરૂર છે.
ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી
દરમિયાન, ભાજપના ધારાસભ્ય નીતિશ રાણેએ વળતો પ્રહાર કર્યો અને જરાંગેને ચેતવણી આપી કે ફડણવીસ સુધી પહોંચવા માટે તેમણે “પાર્ટી કાર્યકરોની વિશાળ દિવાલ” પાર કરવી પડશે. તેણે દાવો કર્યો હતો કે જરાંગે હાલમાં ‘સ્ક્રીપ્ટ’ વાંચી રહ્યા છે. રાણેએ કહ્યું, “તેમણે રાજકારણમાં આવવું જોઈએ, પરંતુ ફડણવીસ સામે આક્ષેપો કરી તેણે આ નીચા સ્તરે ન જવું જોઈએ.” ભાજપના ધારાસભ્ય અતુલ ભાટખાલકરે કહ્યું કે જરાંગેનો “અસલ ચહેરો” હવે બધાની સામે છે. ભાટખાલકરે કહ્યું, “મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયને 10 ટકા આરક્ષણ આપ્યું છે (20 ફેબ્રુઆરીએ વિધાનસભામાં પસાર કરાયેલા બિલ દ્વારા). શા માટે તે સતત વિરોધ કરી રહ્યો છે? ફડણવીસ પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી હતા અને બધા તેમને ઓળખે છે. જરઅંગે જરાંગેના આક્ષેપો તેમની છબીને કલંકિત કરવાના નથી.”
મુકેશ અંબાણીએ કરી મોટી ડીલ, રિલાયન્સ અને વૉલ્ટ ડિઝનીના મીડિયા બિઝનેસનું થશે મર્જર