ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

22 વર્ષથી ફરાર SIMIનો કુખ્યાત આતંકી હનીફ શેખ ઝડપાયો

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: પ્રતિબંધિત સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા (SIMI) સંગઠનનો સભ્ય હનીફ શેખની 22 વર્ષ બાદ ધરપકડ કરાઈ છે. તેની સામે 2001માં દિલ્હીના NFC પોલીસ સ્ટેશનમાં UAPA અને રાજદ્રોહ હેઠળ કેસ નોંધાયો હતો, ત્યારથી તેની શોધખોળ ચાલી રહી હતી. તે SIMIના મેગેઝિન ‘ઇસ્લામિક મૂવમેન્ટ’ (ઉર્દૂ એડિશન)નો સંપાદક હતો અને છેલ્લા 25 વર્ષો દરમિયાન તેણે ઘણા મુસ્લિમ યુવાનોને ભણાવીને ફસાવ્યા છે. ‘ઇસ્લામિક મૂવમેન્ટ’ મેગેઝિન પર પ્રકાશિત ‘હનીફ હુદાઈ’ નામ જ પોલીસ પાસે એકમાત્ર સુરાગ હતું, જેના કારણે તેની ઓળખ થઈ શકી ન હતી. જો કે, પોલીસની ટીમ છેલ્લા 4 વર્ષથી તેનો પીછો કરી રહી હતી.

હનીફ SIMIનો કુખ્યાત આતંકવાદી છે

આરોપી મહારાષ્ટ્રના ભુસાવલમાં રહેતો હતો. સ્પેશિયલ સેલના ડીસીપી અંકિત સિંહના જણાવ્યા અનુસાર, હનીફ શેખ SIMIનો કુખ્યાત આતંકી છે. તે UAPA એક્ટના અન્ય કેસ અને મહારાષ્ટ્રમાં અન્ય રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં પણ સામેલ છે. દિલ્હીના એક કેસમાં હનીફ શેખને 2002માં કોર્ટે ભાગેડુ જાહેર કર્યો હતો. હનીફ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને કેરળમાં સિમી સંગઠનની બેઠકોમાં ભાગ લેવા અને આયોજન કરવામાં સક્રિય રીતે સામેલ હતો.

મુસ્લિમ યુવાનોને SIMIમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા

પોલીસને તપાસ કરતાં માલૂમ પડ્યું કે, આરોપી હનીફ હુદાઈએ મોહમ્મદ હનીફ તરીકે પોતાની ઓળખ બદલી નાખી છે અને તે મહારાષ્ટ્રના ભુસાવલની એક ઉર્દૂ શાળામાં શિક્ષક છે. આ પછી 22 ફેબ્રુઆરીના રોજ પોલીસે જાળ બિછાવીને તેને ભુસાવલથી ઝડપી પાડ્યો. હનીફ શેખે વર્ષ 1997માં મારુલ જલગાંવથી ડિપ્લોમા કર્યું હતું. તે 1997માં સિમી સંગઠનમાં જોડાયો હતો. ત્યારબાદ તે અત્યંત કટ્ટરપંથી બની ગયો. સિમી સંગઠનમાં જોડાયા પછી હનીફ શેખે સિમીના સાપ્તાહિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને મુસ્લિમ યુવાનોને સંગઠનમાં જોડાવા માટે કટ્ટરપંથી બનાવવાનું શરૂ કર્યું.

2001માં ધરપકડથી હનીફ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો

તેનાથી પ્રભાવિત થઈને સિમીના તત્કાલિન પ્રમુખ સાહિદ બદરે વર્ષ 2001માં હનીફ શેખને સિમી મેગેઝિન ‘ઈસ્લામિક મૂવમેન્ટ’ની ઉર્દૂ આવૃત્તિના સંપાદક બનાવ્યો. તેણે સામયિકમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારોને ખોટી રીતે હાઇલાઈટ કરતા ઘણા ભડકાઉ લેખ લખ્યાં હતાં. આ પછી તેને દિલ્હીના ઝાકિર નગરના SIMI હેડક્વાર્ટરમાં એક રૂમ આપવામાં આવ્યો. 2001માં પોલીસના સંકજામાંથી છટકીને તે અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો. આ પછી હનીફ જલગાંવ અને પછી ભુસાવલ ગયો. ધરપકડથી બચવા માટે તે સતત પોતાનું લોકેશન બદલતો રહેતો હતો. તેણે ઘણા યુવાનોને સિમીમાં જોડાવા અને પ્રેરિત કરવા માટે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત વગેરે સ્થળોની મુલાકાત લેવાનું પણ કબૂલ્યું છે. મહત્ત્વનું છે કે, હનીફ પર અલગ-અલગ રાજ્યોમાં 4 કેસો નોંધાયા છે.

આ પણ વાંચો: પ્રોફેસરની હથેળી કાપનાર 13 વર્ષથી ફરાર PFIનો આતંકી છેવટે ઝડપાયો

Back to top button