ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આખરે ગઠબંધનનો જાદુ ચાલ્યો, સાત વર્ષ પછી અખિલેશ-રાહુલ એકસાથે દેખાયા

આગ્રા (ઉત્તર પ્રદેશ), 25 ફેબ્રુઆરી: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયા યાત્રામાં એક જ મંચ પર બે પાર્ટીઓનું ગઠન જોવા મળ્યું છે. યાત્રા આજે ઉત્તર પ્રદેશના આગ્રા પહોંચી છે, જ્યાં તાજનગરીમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ જોડાયા છે. છેલ્લા કેટલાક સમયથી યાત્રામાં અખિલેશ યાદવના સામેલ થવા પર સવાલો ઊભા થઈ રહ્યા હતા. જો કે, આજે બંને નેતા એક મંચ પર સાથે જોવા મળતાં તમામ અટકળોનો અંત આવ્યો છે. જોવા જોઈએ તો લગભગ સાત વર્ષ પછી યુપીના બે છોકરાઓ અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી ફરી એકવાર એકસાથે દેખાયા છે. આ પહેલા 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ પોતાની તાકાત બતાવી શક્યા ન હતા.

અન્યાય સામે લડવા યાત્રામાં ન્યાય શબ્દ ઉમેર્યો: રાહુલ ગાંધી

આ દરમિયાન રાહુલ ગાંધીએ જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે, ભાજપ નફરત ફેલાવવાનું કામ કરી રહી છે. અમે આ નફરતને મહોબ્બતથી દૂર કરીશું. દેશમાં અન્યાય થઈ રહ્યો છે. જો તમે ગરીબ છો તો આ દેશમાં તમને 24 કલાક અન્યાયનો સામનો કરવો પડશે. નફરતનું કારણ અન્યાય છે, તેથી જ અમે અમારી યાત્રામાં ન્યાય શબ્દ ઉમેર્યો છે. જ્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે, અમારો એક જ સંદેશ છે, ભાજપ હટાવો, દેશ બચાવો, સંકટ દૂર કરો. તેમણે કહ્યું કે દરેક જણ, જય જવાન, જય કિસાનના નારા લગાવે છે. પરંતુ અહીં ખેડૂતો ચિંતિત છે, યુવાનોમાં નફરત ફેલાવવામાં આવી રહી છે. નોકરીઓ નથી. યુવક પોતાની ડિગ્રી બાળીને આત્મહત્યા કરી રહ્યો છે. આ સરકાર જાણી જોઈને પેપર લીક કરે છે.

ભવિષ્યમાં લોકશાહી બચાવવી પડકારજનક: અખિલેશ

સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે રાહુલ ગાંધી મોહબ્બતની દુકાનની વાત કરી રહ્યા છે અને આ પ્રેમનું શહેર છે. તમારાથી બને તેટલો પ્રેમ ભરીને લઈ જાઓ અને સમગ્ર યાત્રા દરમિયાન આસપાસના લોકોને પ્રેમ આપતા રહો. અખિલેશે કહ્યું કે ભવિષ્યમાં લોકશાહી બચાવવી પડકારજનક છે. પડકાર બંધારણને બચાવવાનો છે. ભીમરાવ આંબેડકરે જે સપનું જોયું હતું તે ગરીબ અને પછાત લોકોને સન્માન મળવું જોઈએ. અગાઉ જે સન્માન મળતું હતું તે ભાજપે લૂંટી લીધું છે.

કોંગ્રેસને યાત્રામાં એક પછી એક સહયોગી દળથી ઝટકા મળ્યા

વાસ્તવમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સહયોગી પક્ષોના સમર્થન માટે લાંબા સમયથી રાહ જોઈ રહી છે. જ્યારે રાહુલ તેમની ન્યાય યાત્રા સાથે પશ્ચિમ બંગાળ પહોંચ્યા, ત્યારે મમતા બેનર્જીએ ઝટકો આપ્યો અને પોતાની જાતને તેમની યાત્રાથી દૂર કરી દીધી. જ્યારે આ યાત્રા બંગાળથી બિહાર પહોંચી ત્યારે નીતિશ કુમારે પક્ષપલટો કરીને ફરીથી ભાજપમાં જોડાયા અને રાજ્યમાં સરકાર બનાવી. જ્યારે રાહુલ બિહારથી ઉત્તર પ્રદેશ જવા નીકળ્યા ત્યારે અખિલેશ યાદવ રાહુલની યાત્રામાં ભાગ લેશે તેની કોઈ બાંયધરી ન હતી કારણ કે અખિલેશ યાદવે પોતે જાહેરાત કરી હતી કે તેઓ બેઠકોની વહેંચણી પૂર્ણ થયા બાદ જ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે.

હવે INDI એલાયન્સમાં સામેલ પક્ષો વચ્ચે સંકટના ઘેરાયેલા વાદળો હટવા લાગ્યા છે. કોંગ્રેસની સમાજવાદી પાર્ટીની સાથે આમ આદમી પાર્ટી સાથે પણ વાતચીત શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે આગ્રા પહોંચી છે, જેમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ ભાગ લીધો હતો. રાહુલ, અખિલેશ અને પ્રિયંકાના રોડ શો બાદ સંયુક્ત બેઠક પણ થશે.

આ પણ વાંચો: કોંગ્રેસ ભારત જોડો ન્યાયયાત્રા વહેલી આટોપી લેશે? જાણો શું થયું

Back to top button