લોકોનું ટોળું દીપડાને રમકડું સમજી તેની સાથે રમવા લાગ્યું, જૂઓ વીડિયો
મહારાષ્ટ્ર, 25 ફેબ્રુઆરી: વાઘ, સિંહ અને દીપડા જેવા પ્રાણીઓનો ઉલ્લેખ કરતાં જ એક માનવભક્ષી પ્રાણીનું ચિત્ર આંખ સામે આવી જાય છે, કેમ કે આ પ્રાણીઓ સામે ક્યારેય પણ જો મનુષ્ય આવી જાય છે તો તેમનું જીવન જોખમમાં મૂકાઈ જાય છે, તે ક્યારેય પ્રહાર કર્યા વગર છોડતા નથી. આવી સ્થિતિમાં, શું તમે કલ્પના પણ કરી શકો છો કે 20થી 25 લોકોનું ટોળું જીવતા દીપડાની સાથે ચાલી શકે અને દીપડો કંઈપણ કર્યા વિના ચૂપચાપ ચાલે?
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે 20થી 25 લોકોનું ટોળું એક દીપડા સાથે ઝાડીઓમાં ફરી રહ્યું છે. દીપડો ચૂપચાપ ચાલી રહ્યો છે અને લોકો ક્યારેક તેની પીઠ પર તો ક્યારેક તેની ગરદન પર હાથ મૂકીને તેને જોઈને જોર જોરથી હસી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે તે દીપડો નહીં પણ ગાય છે, જેની સાથે લોકો મસ્તી કરી રહ્યા છે.
શું તમે ક્યારેય દીપડાને લોકોના ટોળા વચ્ચે શાંતિથી ચાલતો જોયો છે? અહીં જૂઓ વાયરલ વીડિયો:
View this post on Instagram
કેમ થયા દીપડાના આ હાલ?
દીપડાનું આવું વર્તન જોઈને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. ખરેખર, આ દીપડાના બદલાયેલા વર્તનનું કારણ દારૂ છે. મળતી માહિતી પ્રમાણે આ દીપડો મહારાષ્ટ્રના તારાગઢ ગામમાં દારૂની ભઠ્ઠીમાં ઘૂસી ગયો હતો અને દારૂ પીધો હતો…! પછી, તે ભૂલી ગયો કે તે દીપડો છે. દાવો કરવામાં આવ્યો છે કે દીપડાએ દારુ પીધો હોવાથી તેના આ હાલ થયા હતા.
આ પણ વાંચો: યુક્રેનના મિસાઈલ હુમલામાં સુરતના યુવકનું નિધન, રશિયન સેનામાં હતો કાર્યરત