ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં સરકાર ચલાવવા માટે મને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ: અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પાણીના બીલની ચૂકવણી માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ બંધ કર્યા પછી પાર્ટી હેડક્વાર્ટર ખાતે કાર્યકરો સાથે વિરોધમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે કાર્યકરોને સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું- દિલ્હીમાં સરકાર ચલાવવા માટે મને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. આ ઉપરાંત, તેમણે કહ્યું કે દિલ્હીમાં પાણીના ખોટા બિલોને કારણે લગભગ 11 લાખ પરિવારો પરેશાન છે. અમારી સરકાર આ ખોટા પાણીના બિલોને સુધારવા માટે એક સ્કીમ લઈને આવી, પરંતુ ભાજપે કાવતરું કરીને તેને અટકાવ્યું હતું. પરંતુ અમે સંઘર્ષ કરીને આ યોજના અમલમાં મુકીશું.


તેમણે કહ્યું કે, હું જેવી રીતે સરકાર ચલાવી રહ્યો છું, એ તમે સમજી નહીં શકો, તેઓ (ભાજપ) અમને કામ કરવા નથી દેતા. હું જે સંજોગોમાં સરકાર ચલાવી રહ્યો છું, તેવામાં મને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. સરકાર હું ચલાવી રહ્યો છું અને અધિકારી એલજીની વાત સાંભળે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હી સરકારને અધિકારીઓની બદલી કરવાનો અધિકાર હોવો જોઈએ, તો તેઓએ સંસદમાં કાયદો બનાવીને તેને ઉલટાવી દીધો. પરંતુ મને કોઈ રોકી નહીં શકે. હું જનતા માટે કામ કરતો રહીશ. મારું નોબેલ પ્રાઈઝ મારી જનતા છે. મને બીજું કોઈ નોબેલ પ્રાઈઝ જોઈતું પણ નથી.

ભાજપ રાજ્યપાલને કહીને કામ રોકાવી દે છે: કેજરીવાલ

CM કેજરીવાલે કહ્યું કે, હું એ જાણવા માંગુ છું કે, પાણીની આ સ્કીમથી આખરે ભાજપના લોકોને શું તકલીફ છે? ભાજપના લોકોએ રાજ્યપાલને કહીને આ યોજનાને બંધ કહ્યું. અધિકારીઓ કહી રહ્યા છે કે, અમે આ સ્કીમને કેબિનેટમાં લાવી શકીએ નહીં.અધિકારીઓ કહી રહ્યા છે કે જો અમે આને કેબિનેટમાં લાવીશું તો તેઓ અમને સસ્પેન્ડ કરી દેશે. એટલા માટે અમે તેને કેબિનેટમાં લાવી શકતા નથી. હું કહું છું કે તેઓએ અમારા મોહલ્લા ક્લિનિક બનાવવાની મંજૂરી આપી ન હતી, તેઓએ અમને રોક્યા પરંતુ અમે સહમત ન થયા અને મોહલ્લા ક્લિનિક્સ બાંધ્યા.

તેમણે કહ્યું કે હું એક વાત કહેવા માંગુ છું કે જો આ વખતે અમે અને અમારું ગઠબંધન લોકસભાની તમામ સાત બેઠકો જીતી લે છે, તો સંસદમાં અમારી તાકાત વધી જશે અને પછી કોઈ એલજી અમને રોકી શકશે નહીં. આ સાથે હું એ પણ કહું છું કે જો પાણીનું બિલ વધ્યું હોય તો તે ન ભરો, તેને ફાડીને ફેંકી દો, અમે તેને માફ કરીશું.

આ પણ વાંચો: અયોધ્યા જવાનું વિચારો છો? જો હા, તો આ સમાચાર એકવાર જરુર વાંચી લેજો, નહીંતર છેતરાશો

Back to top button