ચેન્નાઈ એરપોર્ટ/ પેસેન્જર પાસેથી રૂ. 1.57 કરોડનું વિદેશી ચલણ જપ્ત
ચેન્નાઈ, 25 ફેબ્રુઆરી : ચેન્નાઈ એરપોર્ટ(Chennai airport) પર અધિકારીઓએ મુંબઈ જનારા એક મુસાફર પાસેથી રૂ. 1.57 કરોડનું વિદેશી ચલણ(foreign currency) જપ્ત કર્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરીને, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સના એક કર્મચારીએ શનિવારે હવાઈ મુસાફરને અટકાવ્યો હતો. અને તેની તલાસી લેતા તેના આ રકમ મળી આવી હતી. તેના સામાનની તપાસ કરતા 13 પેકેટમાં છુપાયેલી કરન્સી મળી આવી હતી. સામાનમાં સંતાડેલા US$ 1,30,000 અને સાઉદી રિયાલ 2,24,500, મળી આવ્યા હતા. જેની કુલ બજાર કિંમત રૂ. 1.57 કરોડ છે, જે જપ્ત કરવામાં આવી હતી.
“ચેન્નાઈ એરપોર્ટ પર મળી આવેલ વિદેશી ચલણની આ સૌથી મોટી રકમ છે. CISF એ સ્ક્રીનર્સ અને ઈન્ટેલિજન્સ સ્ટાફની મહેનતુ અને સતર્ક કામગીરીની પ્રશંસા કરીહતી. એરપોર્ટ પર કસ્ટમ વિભાગને જાણ કર્યા પછી, મુસાફરને આવકવેરા તપાસ વિભાગની એર ઈન્ટેલિજન્સ વિંગને સોંપવામાં આવ્યો હતો.
કચ્છથી અયોધ્યા જવુ બન્યુ સરળ, સ્પેશિયલ ટ્રેનની સુવિધાથી ભકતોમાં આનંદ