ગુજરાતમાં જાણો કેમ વધી રહી છે આટલી ઠંડી
- ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
- આગામી ચાર-પાંચ દિવસ વાતાવરણ સૂકું રહશે
- દરિયાકાંઠે પવન ઉત્તર તરફથી 15થી 20ની પ્રતિકલાકની સ્પીડે પવન ફૂંકાશે
ગુજરાતમાં ઠંડી વધી રહી છે. જેમાં 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ત્યારે અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન છે. જેમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. તેમજ રાજ્યના 11 શહેરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચું નોંધાયું છે.
આ પણ વાંચો: હાઈફાઈ ચોર ઝડપાતા ગુજરાતમાં અનેક ચોરીનો ભેદ ઉકેલાવાની શક્યતા
ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અને ભુજ 15.1, કંડલા 14.4 ડિગ્રી તાપમાન, ભાવનાગર 16.2, રાજકોટ 11.9 ડિગ્રી તાપમાન તેમજ સુરેન્દ્રનગર 15.4, કેશોદ 12.3 ડિગ્રી તાપમાન તથા સુરત 17.8, વલસાડ 16.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી ચાર-પાંચ દિવસ વાતાવરણ સૂકું રહશે અને વરસાદની કોઇ સંભાવના નથી. આગામી એક દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને બીજા દિવસથી વાતાવરણમાં થોડો વધારો જોવા મળી શકે છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, દરિયાકાંઠે પવન ઉત્તર તરફથી 15થી 20ની પ્રતિકલાકની સ્પીડે પવન ફૂંકાશે. આ સાથે જમીન પર પણ હવા ઉત્તરથી જ ફૂંકાશે. જેનાથી તાપમાનમાં થોડો ધટાડો નોંધાશે.
25 ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના લીધે 25 ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, આ પછી 26-27 તારીખ દરમિયાન રાજ્યમાં ઘણાં વિસ્તારોમાં માવઠાના ઝાપટાં થઈ શકે છે. જોકે, આ સાર્વત્રિક કે મોટા માવઠાની સંભાવનાઓ નથી. હવામાન નિષ્ણાત સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે કે, આ દરમિયાન કચ્છ સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ સેન્ટરો પર ઝાપટાં થઈ શકે છે.