અમદાવાદગુજરાત

વેજલપુરના સબ રજિસ્ટ્રારની ધરપકડ, ઘરમાંથી ACBને મળ્યા હતાં 58 લાખ રોકડા

Text To Speech
  • મકાનના દસ્તાવેજો કરી આપવાના બદલામાં રૂ.1.50 લાખની લાંચ માંગી હતી
  • લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા
  • મકાનની ઝડતી દરમિયાન દારૂની બોટલ પણ મળી આવી હતી

અમદાવાદ, 24 ફેબ્રુઆરી : અમદાવાદમાં સબ રજિસ્ટ્રારના ઘરેથી ACBને સર્ચ દરમિયાન 58 લાખથી વધુની રોકડ હાથ લાગી હતી. રોકડની સાથે તેના ઘરમાંથી વિદેશી દારૂની 12 બોટલ પણ મળી આવી હતી. તે દરમિયાન ACBએ લાંચિયા સબ રજિસ્ટ્રાર સામે પ્રોહિબીશનનો પણ ગુનો નોંધ્યો છે. વેજલપુરમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા સબ રજીસ્ટ્રારે એક સોસાયટીના મકાનના દસ્તાવેજો કરી આપવાના બદલામાં 1.50 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ACBએ તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. હવે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, વેજલપુરમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા સબ રજીસ્ટ્રાર તુલસીદાસ પરષોત્તમભાઈ મારકણા સામે 12 ઓગસ્ટ 2023ના રોજ રૂ.1.50 લાખની લાંચ માંગવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમના મકાનની જડતી લેતા 58,28,500 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ બાબતે આરોપી તુલસીદાસ મારકણા તથા તેમના પત્નીએ કરેલ ખુલાસાઓમાં વિરોધાભાસ જણાયો હતો.

આ રકમ બાબતે આરોપીએ કોઈ સંતોષકારક ખુલાસાઓ કર્યા નહોતા. જેથી આરોપી તુલસીદાસ દ્વારા ભ્રષ્ટાચાર કરીને રકમ ભેગી કરી હોવાનું ACBને જણાયું હતું. જેથી હવે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરીને વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

Back to top button