ટોપ ન્યૂઝબિઝનેસ

SBI ના ગ્રાહકોને મોટો ફટકો, લોનના વ્યાજદર વધ્યા, EMI પણ વધી જશે

Text To Speech

દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક ભારતીય સ્‍ટેટ બેંકના ગ્રાહકો માટે આંચકારૂપ સમાચાર છે. હવે SBI માંથી લોન લેવી મોંઘી બની જશે અને નવા અને જૂના ગ્રાહકોની EMI પણ વધી જશે. જોકે SBIએ પોતાની માર્જિનલ કોસ્‍ટ ઓફ લેડિંગ (MCLR) રેટમાં વધારો કરી દીધો છે. બેંકએ એમસીએલઆરમાં વધારાની જાહેરાત પણ કરી દીધી છે. નવા દર 15 જુલાઇથી લાગૂ થઇ જશે.

આ અગાઉ જૂનમાં પણ SBI એ એમસીએલઆરમાં વધારો કર્યો હતો. ભારતીય રિઝર્વ બેંક દ્રારા રેપો રેટમાં વધારો કર્યા બાદ લગભગ તમામ સરકારી અને ખાનગી બેંકોએ હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોનના વ્‍યાજદર વધારી દીધા છે. જોકે પહેલાં RBIએ મે મહિનામાં રેપો રેટ 0.40 ટકા વધાર્યો હતો, ત્‍યારબાદ જૂનમાં રેપો રેટ 0.50 ટકા વધાર્યો હતો. જોકે રેપો રેટ 4.90 ટકા છે.

આ વર્ષે એપ્રિલથી SBI પોતાના MCLR ને વધારી રહી છે. જૂનમાં તેણે MCLRમાં 20 બેસિસ પોઇન્‍ટનો વધારો કર્યો હતો. SBI એ MCLR માં વધારાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ નોટિફિકેશન અનુસાર, એક વર્ષની લોન માટે એમસીએલઆર 7.40 થી વધારીને 7.50 ટકા કરી દેવામાં આવ્‍યો છે. છ મહિનાની લોન માટે એમસીએલઆર 7.35 ટકાથી વધારીને 7.80 ટકા કરી દેવામાં આવ્‍યો છે.

RBI દ્વારા રેપો રેટ વધાર્યા બાદ તાજેતરના દિવસોમાં ઘણી બેંક MCLR વધારી ચૂક્‍યા છે. તેમાં એચડીએફસી બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક પણ સામેલ છે. ICICI બેંકએ તમામ અવધિની લોન માટે MCLR માં 20 બેસિસ પોઇન્‍ટ્‍સનો વધારો કર્યો છે.

Back to top button