ટ્રેન્ડિંગધર્મવિશેષ

બિઝનેસમાં પ્રોફિટ વધારવા ઈચ્છતા હો તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ

  • ઓફિસ માટે શ્રેષ્ઠ દિશાઓ ઉત્તર, ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ છે. તમારી ઓફિસનો મુખ્ય દરવાજો આ દિશામાં બનાવવાથી તમારા વ્યવસાયની પ્રગતિમાં મદદ મળે છે.

બિઝનેસ કરનારા લોકો હંમેશા પોતાનો બિઝનેસ વધારવા અને નફો કમાવવા માટે અલગ-અલગ રસ્તાઓ શોધતા રહે છે, પરંતુ કેટલીકવાર દરેક સ્ટ્રેટેજી અપનાવ્યા પછી પણ તેઓ બિઝનેસમાં ફાયદો મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં તેઓ જરૂર કોઈ ભૂલ કરી રહ્યા છે, તેથી જ તેમનો વ્યવસાય ફૂલી ફાલી રહ્યો નથી . આ કારણે તેઓ ઘણી વાર પરેશાન રહે છે, પરંતુ બિઝનેસમાં વાસ્તુશાસ્ત્રનો પણ એક મોટો રોલ છે.

આ દિશામાં બનાવો તમારી ઓફિસ

ઓફિસ માટે શ્રેષ્ઠ દિશાઓ ઉત્તર, ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ છે. તમારી ઓફિસનો મુખ્ય દરવાજો આ દિશામાં બનાવવાથી તમારા વ્યવસાયની પ્રગતિમાં મદદ મળે છે. તેનાથી સુખ અને શાંતિની સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ ઉર્જાથી લોકો તમારા વ્યવસાય તરફ આકર્ષાય છે અને તમને સારી ડીલ્સ પણ મળવા લાગે છે.

બિઝનેસમાં પ્રોફિટ વધારવા ઈચ્છતા હો તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ hum dekhenge news

આ દિશામાં હોવું જોઈએ તમારું એકાઉન્ટ સેક્શન

તમારો બિઝનેસ નાનો હોય કે મોટો તમારે હંમેશા એકાઉન્ટ વિભાગની ખાસ કાળજી લેવી જોઈએ. તે જગ્યા જ્યાં તમે કંપનીના બિલ, બિલિંગ રજિસ્ટર જેવી વસ્તુઓ રાખો છો. ત્યાં તમારે યોગ્ય સાફ સફાઈ રાખવી જોઈએ. અહીં ભૂલથી પણ ઊઘઈ, ઉંદર કે ધૂળવાળી વસ્તુઓ ન હોવી જોઈએ.

તમારા કામની જગ્યાને વ્યવસ્થિત કરીને રાખો

તમારે વર્ક સ્ટેશનને પણ સ્વચ્છ રાખવું જોઈએ. જો તમારા વર્ક પ્લેસ પર હંમેશા કાગળના ટુકડા પડ્યા હોય, તો તમારો બિઝનેસ પણ વિખરાયેલો વિખરાયેલો રહી શકે છે. તમારા વર્ક સ્ટેશનને હંમેશા સ્વચ્છ રાખો. ક્યારેય ત્યાં નકામી વસ્તુઓ ન રાખો. કંપનીના લોકોને પણ કહો કે પોતાની કાર્ય કરવાની જગ્યા સ્વચ્છ રાખે.

બિઝનેસમાં પ્રોફિટ વધારવા ઈચ્છતા હો તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ hum dekhenge news

રિસેપ્શનને ક્રિએટીવ રીતે ડેકોરેટ કરો

જો તમને લાગે છે કે રિસેપ્શન પર વધારે ધ્યાન આપવાની જરૂર નથી, તો તમે ખોટા છો. ખરેખર, વાસ્તુશાસ્ત્રમાં રિસેપ્શનને મુખ્ય દરવાજા જેવું માનવામાં આવે છે, તેથી તેની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે અહીં આવતા જતા લોકોને રિસેપ્શન પર મળો છો, તેથી આ જગ્યા ખૂબ જ ખાસ છે. રિસેપ્શન બનાવવા માટે પૂર્વ અને ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમારે રિસેપ્શનમાંથી જૂની વસ્તુઓ દૂર કરવી જોઈએ અને અહીં ચમકદાર અને સ્વચ્છ વસ્તુઓ રાખવી જોઈએ. ખાસ કરીને અહીં લાઇટિંગનું ધ્યાન રાખો. આ જગ્યાએ બિલકુલ અંધકાર ન હોવો જોઈએ.

ઓફિસને બેલેન્સ કરવા માટે આ વસ્તુઓ રાખો

તમારી ઓફિસમાં વાસ્તુ દોષને દૂર કરવા માટે તમારે ઓફિસમાં કેટલીક એવી વસ્તુઓ રાખવી જોઈએ, જેથી તમારી ઓફિસમાં સકારાત્મક ઉર્જા આવે. તમારે તમારી ઓફિસમાં ક્રિસ્ટલ, યંત્ર, ફેન્સી લાઇટ્સ, ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવા જોઈએ. તમારી ઓફિસમાં ક્યારેય અંધકાર ન હોવો જોઈએ.

આ પણ વાંચોઃ શનિદેવને પ્રિય છે આ બે રાશિઓ, શું તમારી પર છે ન્યાયના દેવતાની દ્રષ્ટિ?

Back to top button