ઉત્તર ગુજરાતકૃષિખેતીગુજરાતટ્રેન્ડિંગ

બિપરજોય પીડિત ખેડૂતોને સહાય અંગે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Text To Speech
  • બિપરજોય વાવાઝોડા જમીન ધોવાણમાં નુકશાન થયેલું છે તેવા તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે: મુકેશ આંજણા
  • બિપરજોય વાવાઝોડામાં જમીન ધોવાણ સહાય આપવામાં સરકાર ખોટી નીતિ બનાવવામાં આવી છે: મુકેશ આંજણા

ધાનેરા, 23 ફેબ્રુઆરી: ધાનેરામાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકશાન થયું હતું. ત્યાર બાદ સરકારે નુકશાન થયેલા ખેડૂતોને સહાય પણ જાહેર કરી હતી. ત્યારે હવે ખેડૂતોને બિપરજોય વાવાઝોડાની સહાયમાં અન્યાય થયાના આરોપ સાથે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી મુકેશ આંજણાએ આરોપ સાથે શુક્રવારે ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે જ તેમણે ધોવાણની સહાય ચૂકવવામાં મોટા પાયે ખેડૂતોને નુકશાન થયાનો પણ આરોપ લગાવ્યો છે.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા કહ્યું હતું કે, ‘બિપરજોય વાવાઝોડના કારણે અનેક રીતે ખેડૂતોને નુકશાન થયું છે. પરંતુ હાલની સરકારની ખેડૂતો વિરોધી નીતિ હોવાના લીધે બધી બાબતે અન્યાય થઈ રહ્યો છે. બિપરજોય વાવાઝોડામાં જે બે હેકટર કરતા વધુ જમીન ધરાવતા ખેડૂતોને નુકશાન થયું છે તેઓને સહાયથી વંચિત રાખવાનું સરકારે નક્કી કર્યું છે તે નીતિમાં સુધારો કરીને તમામ ખેડૂતોને સમાવેશ કરવામાં આવે અને જમીન ધોવાણની સહાય ચુકવવા માટે નીતિ બનાવવા આવે એવી ખેડૂતોની માંગણી છે. આ સાથે જ બિપોરજોય વાવાઝોડામાં જે તમામ ખેડૂતોને નુકશાન થયું છે તેઓને સહાય આપવામાં આવે તેવી ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

ખેડૂતોની માંગ પુરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

વધુમાં તેમણે કહ્યું કે, ‘ભૂતકાળમાં જયારે અતિશય ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકશાન થયું હતું ત્યારે પણ પ્રતિ હેકટર પ્રમાણે સહાય ચૂકવામાં આવી હતી. આ બિપરજોય વાવાઝોડામાં નુકશાન થયેલું છે જેમાં તમામ ખેડૂતોને પ્રતિ હેકટર પ્રમાણે ચોક્સનીતિ બનાવીને સહાય ચુકવવામાં આવે, જો સરકાર ખેડૂતોની માંગ પુરી નહીં કરે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.’

આ પણ વાંચો: શું ભાડુઆતને પ્રોપર્ટી ભાડે આપવી ગુનો છે? સોસાયટીએ મેઈન્ટેનેન્સ 40% વધારતા પ્રોપર્ટી માલિકોમાં રોષ

Back to top button