ગુજરાતટોપ ન્યૂઝ

નવસારીમાં ભારે વરસાદની મુશ્કેલીમાં મદદરૂપ બની સુરત SMC ની ટીમ, ઓપરેશન ‘નિર્મયા’ હેઠળ શરૂ કરી કામગીરી

Text To Speech

હાલમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી આફતની સ્થિતિ છે. ત્યારે તેમાં સૌથી પ્રભાવિત નવસારી જિલ્લાની મદદે સુરત પાલિકાએ વધુ ટીમ રવાના કરી છે. નવસારીમાં હાલ આરોગ્ય, પાણી, ડ્રેનેજ અને સફાઈ સાથે રોડની જરુરિયાત સૌથી વધુ હોય આ તમામ કામગીરી માટે સુરત મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ અને વાહન સાથે 200 કર્મચારીઓની ફોજ લઈને પાલિકાની ટીમ પહોંચી છે.

છેલ્લા બે દિવસથી નવસારીના અનેક વિસ્તાર નદીના પુરમાં ગરક થઈ ગયાં છે હજી પણ નેક જગ્યાએ પાણી છે તો કેટલીક જગ્યાએ પાણી ઓસરી રહ્યા છે. આવા સમયે નવસારી વિસ્તારમાં સફાઇની તાકીદની જરૂરિયાત છે. પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાઈ તે માટે સફાઈ જરુરી છે. અનેક પુરનો માર ખમી ચૂકેલી સુરત પાલિકાને પુર ઓસર્યા બાદ સફાઈ અને આરોગ્યની કામગીરીને બહોળો અનુભવ છે. તેના કારણે સુરત મ્યુનિ.ના આરોગ્ય વિભાગના ડે. કમિશનર ડો.આશિષ નાયક તથા ચાર નાયબ આરોગ્ય અધિકારી અને સફાઈ કામદાર અને બેલદારની ટીમ નવસારી પહોંચી છે.

SMC team in Navsari 01

આવી જ રીતે હાઈડ્રોલિક વિભાગના વડાં અક્ષય પંડ્યા, ડ્રેનેજ વિભાગના વડા જયેશ ચૌહાણ અને રોડ વિભાગના વડાં બી.આર.ભટ્ટને પણ નવસારી મોકલવામાં આવ્યા છે. હાલમાં નવસારીમાં સફાઈની સાથે પીવાના પાણી, ડ્રેનેજની સફાઈ અને રસ્તાની કામગીરીની તાતી જરૂરિયાત છે. તેને ધ્યાને રાખીને સુરત પાલિકાએ 200 જેટલા સફાઈ કામદારો અને બેલદાર નવસારી પહોંચ્યા છે.

આ પણ વાંચો : સુરતમાં સવારથી હળવા ઝાપટા, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટી 329 ફુટ નજીક પહોંચી

નવસારી ખાતેની સફાઈ માટે પાલિકાની ટીમ સાથે ગલ્પર મશીન, 10 જેટલા જે.સી.બી. 12 ટ્રક, જેટીંગ મશીન સહિતના અનેક વાહનો પણ મોકલ્યા છે. ગઈકાલે પહોંચેલી ફાયર વિભાગની ટીમે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી આજે સવારે આ ટીમ પહોંચવાની સાથે જ કામગીરી શરુ કરી દીધી છે. આ ઉપરાંત પાલિકાએ વધુ ટીમની જરૂર પડે તો તેને માટે પણ તૈયારી બતાવી છે.

Back to top button