Video : વિચિત્ર કપડાં પહેરી યુવતી બની ‘નોરા ફતેહી’, તમે પણ જુઓ તેનો ડાન્સ
મુંબઈ, 23 ફેબ્રુઆરી : ટ્રેનમાં ડાન્સ કરતા અનેક વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે કોઈપણ કામ કરતા અચકાતા નથી. તો કેટલાક લોકો મનોરંજન માટે ગમે ત્યાં ડાન્સ કરવા લાગે છે. હવે એક ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી અચાનક ડાન્સ કરવા લાગી છે. તેને જોઈને અન્ય મુસાફરો મોં છુપાવવા લાગ્યા.
વાયરલ થઈ રહેલો વીડિયો લોકલ ટ્રેનના મહિલા કોચમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તમામ મુસાફરો ટ્રેનમાં બેઠા છે. અચાનક એક છોકરી ઊભી થઈ અને ડાન્સ કરવા લાગી. અન્ય મુસાફરો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આટલું જ નહીં કેટલીક મહિલા પેસેન્જરોએ પણ મોઢું છુપાવવાનું શરૂ કરી દીધું હતું.
છોકરીએ ભોજપુરી ગીત પર ડાન્સ કર્યો
વીડિયોમાં દેખાતી યુવતી ભોજપુરી ગીત પર ડાન્સ કરી રહી છે. ઘણી મહિલા મુસાફરો આશ્ચર્યથી તેને જોઈ રહી છે. તો કેટલીક મોં છુપાવી રહી છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
મુસાફરો તેમના ચહેરા છુપાવે છે
વીડિયો શેર કરતી વખતે એકે લખ્યું કે નજીકમાં બેઠેલા તમામ મુસાફરો અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. ભગવાન જ જાણે કે આ લોકો જાહેરમાં આ રીતે નાચવાની હિંમત કેવી રીતે એકત્ર કરી શકે? મને વ્લોગિંગ માટે પણ મારો કૅમેરો બહાર કાઢવામાં અસ્વસ્થતા અનુભવાય છે. એકે લખ્યું કે આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.
વીડિઓ જુઓ
Every passenger around her looks so uncomfortable.
God knows how these people muster the courage to engage in such nonsensical acts in public.
I, on the other hand, feel nervous even just by starting my camera to vlog in public.pic.twitter.com/gHY3v30NIp
— Divya Gandotra Tandon (@divya_gandotra) February 22, 2024
અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે રેલવે આવા લોકો પર ક્યારેય પ્રતિબંધ નહીં મૂકે કારણ કે તેના કારણે જ મુસાફરોની સંખ્યા વધી રહી છે. બીજાએ લખ્યું કે આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે? એકે લખ્યું કે જે રીતે વાહનોના ચલણ હોય છે તેવી જ રીતે તેમના માટે પણ નોનસેન્સ ચલણ લાવવામાં આવે.
આ પહેલા મુંબઈના એક રેલવે સ્ટેશન પર ડાન્સ કરીને પેસેન્જરોને હેરાન કરનાર યુવતી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આવી પ્રવૃતિ કરનારાઓ પર અંકુશ આવશે તેવી આશા હતી પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી.