ટ્રેન્ડિંગધર્મ

શનિદેવને પ્રિય છે આ બે રાશિઓ, શું તમારી પર છે ન્યાયના દેવતાની દ્રષ્ટિ?

Text To Speech
  • શનિદેવ કર્મો પ્રમાણે દરેક વ્યક્તિને ફળ આપે છે. જ્યોતિષમાં શનિને પાપી ગ્રહ કહેવાય છે. જો કે ખરેખર તો તે ન્યાયનો દેવતા છે.

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવને ન્યાયનો દેવતા કહેવાય છે. શનિદેવ કર્મો પ્રમાણે દરેક વ્યક્તિને ફળ આપે છે. જ્યોતિષમાં શનિને પાપી ગ્રહ કહેવાય છે. જો કે ખરેખર તો તે ન્યાયનો દેવતા છે. તે દરેક વ્યક્તિને કર્મનું ફળ આપે છે. શનિના અશુભ પ્રભાવોથી દરેક વ્યક્તિ બચવા ઈચ્છે છે. જ્યાં શનિના અશુભ પ્રભાવોથી વ્યક્તિ ખરાબ રીતે પ્રભાવિત થાય છે, તે રીતે શનિના શુભ પ્રભાવથી વ્યક્તિનું જીવન રાજા સમાન પણ થઈ જાય છે. શનિ દેવની કૃપાથી રંક પણ રાજા બની જાય છે. જ્યોતિષીમાં 12 રાશિઓનું વર્ણન છે. દરેક રાશિના સ્વામી ગ્રહ હોય છે.

સ્વામી ગ્રહનો રાશિ પર સંપૂર્ણ પ્રભાવ પડે છે. કુંભ અને મકર રાશિના સ્વામી ગ્રહ શનિદેવ છે. આ રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. શનિદેવની કૃપાથી આ લોકોએ જીવનમાં પરેશાનીનો સામનો ઓછો કરવો પડે છે. કુંભ અને મકર રાશિ વાળા ભાગ્યશાળી હોય છે.

શનિદેવને પ્રિય છે આ બે રાશિઓ, શું તમારી પર છે ન્યાયના દેવતાની દ્રષ્ટિ? hum dekhenge news

કુંભ રાશિ

શનિદેવ કુંભ રાશિના સ્વામી છે. કુંભ રાશિના જાતકો સરળ સ્વભાવના હોય છે. આ કારણે શનિદેવ પર તેઓ વિશેષ કૃપા કરે છે. કુંભ રાશિના જાતકો હંમેશા બીજાની મદદ માટે તૈયાર રહે છે. શનિદેવ એ લોકોથી પણ પ્રસન્ન રહે છે, જેઓ બીજાની મદદ કરે છે. કુંભ રાશિના લોકો ધનની બાબતમાં પણ ભાગ્યશાળી હોય છે. આ લોકોએ ધન સંબંધિત પરેશઆનીઓનો બહુ સામનો કરવો પડતો નથી.

શનિદેવને પ્રિય છે આ બે રાશિઓ, શું તમારી પર છે ન્યાયના દેવતાની દ્રષ્ટિ? hum dekhenge news

મકર રાશિ

મકર રાશિના સ્વામી શનિદેવ છે. મકર રાશિના જાતકો પર શનિદેવ મહેરબાન રહે છે. મકર રાશિના લોકોનો આર્થિક પક્ષ મજબૂત હોય છે. શનિદેવની કૃપાથી મકર રાશિના જાતકો દુઃખથી દુર રહે છે. મકર રાશિના જાતકો કિસ્મતના ધનવાન હોય છે. તેમના સરળ સ્વભાવના કારણે શનિદેવ આ રાશિના જાતકોથી પ્રસન્ન રહે છે.

આ પણ વાંચોઃ નવા વર્ષના રાજા હશે મંગળ, 9 એપ્રિલથી આ રાશિઓનું ભાગ્ય પલટાશે

Back to top button